Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 206
________________ કલિકાલસર્વજ્ઞ ૧૮૯ હે મહાદેવ હાથ વડે કે પગ વડે વાણીથી કે શરીરથી કાનથી કે આંખથી હું જે અપરાધ કરું તે કર્મથી ઉત્પન્ન થયેલો હોય કે ફક્ત માનસિક હોય, અમુક કર્યું તેથી હોય કે અમુક ન કર્યું તે કારણે હોય, હે દેવસાગર કલ્યાણકારી સોમનાથ મહાદેવ તે બધાની મને ક્ષમા કરજો – તમારો જયજયકાર થાવ....” ભાવબૃહસ્પતિએ કુમારપાળ મહારાજાને આચમનિયમાંથી અભિષેકનું પવિત્ર જલ મહારાજના માથે છાંટતાં આશીર્વચનના શ્લોક ઉચ્ચાર્યા. સ્વવણ શ્રમધર્મેણ તપસાહરિતોષણાત | સાધન પ્રભવેલેંસાં વૈરાગ્યાદિ ચતુષ્ટયમ્ | પોતપોતાના વર્ણ અને આશ્રમ અનુસાર ધર્મના અનુષ્ઠાનરૂપે તપથી પરમેશ્વરની પ્રસન્નતા થાય છે. અને પરમેશ્વરની પ્રસન્નતાથી મુમુક્ષુને વિવેક, વૈરાગ્ય આદિ ષટ્યપત્તિ અને મુમુક્ષુતા એ ચાર સાધનની પ્રાપ્તિ હે રાજન તમને થાવ. કુમારપાળ ભાવબૃહસ્પતિને પગે લાગી હેમચન્દ્રાચાર્યજીને વંદન કરવા નીચે નીમ્યા કે તરત જ હેમચન્દ્રાચાર્યજીએ પ્રેમથી એને ભેટી પડતાં આશીર્વચન ઉચ્ચાર્યા. મહારાજ વિજયી ભવ...” ભગવાન સોમનાથની કૃપા ઊતરો.” ‘સર્વેષામેવ ભુતાનામકલેશ જનંનયતું ! અહિંસા કથિતાસહિર્યોગ સિદ્ધિ પ્રદર્શિનિ ' કોઈ પણ પ્રાણીને મન, વચન અને કાયાથી દુઃખ ઉત્પન્ન ન કરવું તેને સત્વરુષો અહિંસા કહે છે – માટે મહારાજ “એતે જાતિદેશકાલ સમયાનવચ્છિન્ના સાર્વભૌમા મહાવ્રતમ્' અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ તથા બ્રહ્મચર્ય એવા આ સર્વ જાતિ દેશ કાળ કે સમય પરત્વે સુસ્થિર રહી મહાવ્રતના આરાધક બનો.” કલિકાલસર્વજ્ઞજી..” ભાવબૃહસ્પતિ હેમચન્દ્રાચાર્ય પાસે આવતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210