Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
કલિકાલસર્વજ્ઞ
૧૮૭
મહારાજ. આપને સોમનાથની યાત્રાએ પધારવાનું નિમંત્રણ આપવા આવ્યો છું.... આપના પ્રસ્થાનનું મુહૂર્ત કાઢી આપો એટલે આપના પ્રવાસની તૈયારી કરાવી દઉં કુમારપાળે સૂચક નજરે હેમચન્દ્રાચાર્યજી પર નજર કરતાં પૂછ્યું.
રાજનું નિમંત્રણ બદલ આભાર. ભગવાન સોમનાથના દર્શનનીયાત્રાની તૈયારી અમે કરી જ નાંખી છે. આપ પ્રસ્થાન આદરી. અમે આબુ, અંબાજી, શંખેશ્વર, રાણકપુર થઈને સોમનાથ સમયસર પહોંચી જઈશું. અમારે સાધુને તો યાત્રા એ જ જિંદગીનો અણમોલ મહોત્સવ હોય છે. રાજનું પ્રસ્થાન કરો, ફ્લેહ કરો.. યાત્રા હજો.... સુખમયી નિરામયી...” હેમચન્દ્રાચાર્ય ભાવવિભોર બની ગયા. જિંદગીમાં એણે સેવેલું આખરી સ્વપ્ન સાકાર થતું જોઈને “સર્વધર્મ સમભાવના મૂળમાં એનો જૈનધર્મ હતો જે જીવનધર્મ હતો.
ભગવાન સોમનાથ પાટણની ધરતી શ્રદ્ધાળુ ભક્તજનો, અલખ નિરંજની બાવાઓથી, સૈનિકોથી, સાધુઓથી, વિદ્વાનોથી, વ્યાપારીઓથી ધમધમી ઊઠી હતી. સોમનાથના ઘૂઘવતા દરિયાનો અવાજ, ઊછળતા મોજાના તરંગો, નીલાંબરી આકાશ, સનસન વહેતો માતરિક્ષા. અને મધ્યમાં ભગવાન સોમનાથનું ભવ્ય મંદિર... આકાશમાં ફડફડતો ગેરુઆ રંગનો ધ્વજ. અદ્ભુત મહોત્સવનો માહોલ રચાયો હતો.
ભગવાન સોમનાથના મંદિરના પરિસરમાં ભવ્ય મંડપ બંધાઈ ગયો હતો. આચાર્ય દેવબોધ - એનાં બધાં જ વૈભવી ઠાઠમાઠ સાથે વિશાળભાલમાં ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષની માળા, કાનમાં રુદ્રાક્ષના કુંડળ ભગવી કંથા, લાલરંગની ધોતી અને ખભા પરના શ્વેત ઉપકરણમાં શોભતા આચાર્ય દેવબોધ એના શિષ્યમંડળ સાથે મંડપમાં લટાર મારતા હતા. ભવાની રાશિ- કેટેશ્વરીદેવીના પૂજારીનો ઠાઠ પણ કાંઈ ઓછો નહોતો. એના શિષ્યો સાથે મંડપમાં આવી એનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું. વામ્ભટ્ટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210