________________
૧૮૬
કલિકાલસર્વજ્ઞા
શેની દ્વિધાથી મૂંઝાવ છો. રાજનું ?” મહારાજ મોટામાં મોટો દેવ કોણ ?
રાજનું આ દુનિયામાં માણસે પોતાના મામલામાં રહેલા “આત્મા' સિવાય બીજો કોઈ દેવ ક્યારેય જાણવો નહીં અને આત્માથી મોટો બીજો દેવ જગતમાં જાણવો નહીં.'
ભગવાન મહાવીર કે ભગવાન શંકર પણ નહીં ?”
“માણસના હૈયામાં જ – આત્મા સ્વરૂપે પરમાત્મા મહાવીર – ભોળાનાથ શંકર જ બિરાજે છે” હેમચન્દ્રાચાર્ય બોલ્યા.
ખરેખર ?
“હા, મહારાજ. આત્મા સો પરમાત્મા... પછી એ પરમાત્માને તમે મહાવીર કહો, કૃષ્ણ કહો, શંકર કહો. અને હાં એ માણસના આત્મામાં નથી તો બીજે ક્યાંય નથી....”
“મહારાજ પણ એને શોધવો ક્યાં? ભગવાન સોમનાથમાં દ્વારિકાના દ્વારકાધિશમાં કે પાલિતાણાના મહાવીરમાં? કુમારપાળની મૂંઝવણનો પાર નહોતો આવતો.”
રાજનું... એ છે... તમારા “માંયલામાં “આત્મા’માં બાકી સ્વરૂપભેદ, તો આપણે માણસોએ આપણા સ્વાર્થ ખાતર, સંપ્રદાયો – ઈશ્વરો – સર્યો છે... બાકી તો રાજનું આપ તો ગુજરશ્વર છો. જ્ઞાની છો. વધુ શું કહું ?'
“મહારાજ આ આત્મા શું છે? મહાવીર શું છે? શંકર શું છે? કુમારપાળે પ્રશ્ન કર્યો.
મહારાજ, ભીરુ માનવીએ પોતાના સ્વાર્થ ખાતર, પોતાની પ્રતિષ્ઠા ખાતર, પોતાના અહમ ખાતર, પોતપોતાના દેવતાઓ, ઈશ્વરો શોધી કાઢ્યા છે અને એની શોધમાં નીકળેલો માણસ જ્યારે એને શોધી શકતો ન હોય, મેળવી શક્તો ન હોય, ત્યારે એનું મિથ્યાભિમાન ફૂંફાડા મારતું... વ્યર્થ વલોપાત કરતું થઈ જાય છે.” હેમચન્દ્રાચાર્ય બોલ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org