Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 201
________________ કલિકાલસર્વજ્ઞ રાજદરબારમાં ભાવબૃહસ્પતિજી અને કવિ વિશ્વેશ્વરનું અભિવાદન કરતાં સર્વ પંડિતો, શાસ્ત્રીઓ, સાધુઓ અને વિદ્વાનોની હાજરી વચ્ચે હેમચન્દ્રાચાર્યે... એના બુલંદ અવાજે ભગવાન સોમનાથ મહાદેવના નવનિર્માણના કાર્યની જવાબદારી ભાવબૃહસ્પતિને સોંપવાની જાહેરાત કરી ત્યારે રાજ્યસભા..... ભગવાન સોમનાથ મહાદેવનો જય..... મહારાજા કુમારપાળનો ... ના જયઘોષથી ગાજી ઊઠી. ભાવવિભોર ભાવબૃહસ્પતિજીએ આસન પરથી ઊભા થઈ કુમારપાળને આશીર્વચન આપ્યા અને હેમચન્દ્રાચાર્યજીને ભેટી પડતાં બોલી ઊઠ્યા, કલિકાલસર્વજ્ઞનો ય..... ૧૮૪ - કુમારપાળે ઉદયન મંત્રીના દીકરા વાહડ – વાગ્ભટ્ટની મહાઅમાત્ય પદે નિમણૂક કરી – મંદિરના નવનિર્માણના કાર્યની વહીવટી જવાબદારી સોંપતાં કહ્યું. મહંતશ્રી ભાવબૃહસ્પતિજી અને કવિ વિશ્વેશ્વરની નિગેહબાની નીચે ભગવાન સોમનાથના મંદિરનું નવનિર્માણ ચૌલુક્યવંશની પરંપરાગત પ્રણાલિકાનુસાર થાય એ જોવાની જવાબદારી મહાઅમાત્ય વાગ્ભટ્ટને સોંપતાં મને આનંદ થાય છે. કાર્યનો આરંભ વિના વિલંબે થાય તેવો હુકમ કરું છું.... - મહારાજ... આ નિમિત્તે... આપણા વિદ્વાન ગુરુવર્ય – મહંતશ્રી ભાવબૃહસ્પતિજીની આજ્ઞા અને પ્રેરણા અનુસાર મંદિરના નિર્માણ દરમિયાન મહારાજ તમારાથી શરૂ કરી આ સભામાં અને સભા બહારના પ્રજાના સેવકો – માંસ, મદિરા અને જુગાર છોડવાની પ્રતિજ્ઞા લઈ મંદિરના નવનિર્માણમાં એની ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના સુમનોની ભેટ ભોળાનાથ મહાદેવના ચરણે ધરાવી મંદિરની રોનકમાં ઉમેરો કરે....' હેમચન્દ્રાચાર્યજી ભાવબૃહસ્પતિ અને કવિ વિશ્વેશ્વર સામે સૂચક નજરે જોતાં બોલ્યા. સભામાંથી ફરી એક વખત ભાવબૃહસ્પતિ, કુમારપાળ અને For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International - -

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210