Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 200
________________ કલિકાલસર્વજ્ઞ છે.' હેમચન્દ્રાચાર્યે કહ્યું. મહારાજ... સાગરતટે યુગોથી બિરાજતા ભગવાન સોમનાથ મહાદેવના મંદિરના નવનિર્માણની જવાબદારી મને સોંપવાના આપના નિર્ણયને હું પ્રસન્ન હૃદયે આવકારું છું... મંદિરના નિર્માણની જવાબદારી મારા શિરે મૂકી આપે મારું ગૌરવ વધાર્યું એ મારા માટે આનંદની વાત છે, પરંતુ મહારાજ, સૂરિજી હું તો હજુ મહાકાળ ભગવાન સોમનાથના પ્રાંગણમાં ઘૂંટણિયા ભરતું બાળક છું. આ કાર્ય સેવાના અધિકારી તો મારા ગુરુદેવ.... મંદિરના મહા આચાર્ય મારા ગુરુદેવ અને શ્વસુરશ્રી ભાવબૃહસ્પતિજી છે. અલબત્ત એમની રાહબરી નીચે મને જ કાંઈ સેવા કરવાનો મોકો મળશે એ જરૂર સ્વીકા૨ી ક૨સેવા જરૂર કરીશ.’ કવિ વિશ્વેશ્વરે નમ્રતાપૂર્વક પોતાનું મંતવ્ય રજૂ કર્યું. - હેમચન્દ્રાચાર્યને યુવાન કવિ વિશ્વેશ્વરની ચાતુરીપૂર્વકની નમ્રતા ગમી ગઈ. રિસાયેલા ભાવબૃહસ્પતિને તડકે મૂકીને – એને આગળ કરવા પાછળનો જૈનમુનિનો કોઈ પેંતરો તો નથીને ? એવો વિચાર કવિ વિશ્વેશ્વરને આવ્યો હોય એવું હેમચન્દ્રાચાર્યને એના જવાબમાં લાગ્યું. ધન્ય છે કવિશ્વર તમારી ગુરુપ્રીતિ અને ગુરુસેવાને – મહારાજ આવતીકાલે રાજદરબારમાં વિદ્વાનો, ગુરુજનો, શ્રેષ્ઠિઓ, સામંતો, દંડનાયકો, ધર્માધિકારીઓ અને અન્યની હાજરીમાં ભગવાન સોમનાથના મંદિરના નવનિર્માણની વાત જાહેર કરી – કવિ વિશ્વેશ્વર અને ભાવબૃહસ્પતિને આખાય નવિનર્માણના કાર્યમાં ભાવબૃહસ્પતિજી અને કવિ વિશ્વેશ્વરજી નિર્માણના કેન્દ્રમાં હશે એવી જાહેરાત કરો.... હેમચન્દ્રાચાર્યજી બોલી ઊઠ્યા. * બીજા દિવસે ઓચિંતા સોમનાથથી ભાવબૃહસ્પતિજી પણ પાટણ આવી પહોંચ્યાના સમાચાર ભવાનીરાશિએ કુમારપાળ અને હેમચન્દ્રાચાર્યજીને આપ્યા ત્યારે – બન્નેના આનંદનો પાર ન રહ્યો. * Jain Educationa International ૧૮૩ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210