________________
૪૨
કલિકાલસર્વજ્ઞ
‘તું કઈ રીતે કાળા કોલસાને હેમ' કહે છે. વત્સ ?’
ગુરુદેવ પ્રાકૃતજનોને • સામાન્ય અજ્ઞાની જીવોને એમાં કોલસાનું દર્શન થાય છે....”
ચોતરાની આજુબાજુ બેઠેલા શ્રોતાઓમાં ખળભળાટ સર્જાઈ ગયો... સોમચન્દ્ર આ પળોમાં ગોથાં ખાઈ ગયો હતો કે શું ?
‘ગુરુદેવ, મેં સામાન્ય અજ્ઞાની જીવોની - પ્રાકૃતજનોની વાત કરી... ગુરુકૃપાથી સતત “આત્માની શોધમાં ભટકતા “જીવાત્માની પામરતા પારખતાં “અહિંસાના આચારને જીવનધર્મ માનતા - આ તમારા શિષ્ય સોમચન્દ્રને તમારી જ્ઞાનરૂપી દિવ્યદૃષ્ટિ મળતાં, એને તો અંતે આ બધું હેમનું હેમ” જ દેખાય છે. ગુરુદેવ જગત અંતે તો હેમનું હેમ' જ છે. એ હેમ'નું દર્શન પામવા માટે દૃષ્ટિ એક સાધકની જ હોવી જરૂરી છે.'
ચોતરા પર બેઠેલા દેવચન્દ્રસૂરિ આવેશમાં આવી આનંદવિભોર બની ઊભા થઈને એના લાડલા શિષ્યને ભેટી પડ્યા. એકત્રિત શ્રાવકો, સાધુઓ, સૂરિઓ, - બધા જ “ગુરુશિષ્યના આ પ્રકારના લૌકિક મિલનને ફાટી આંખે જોઈ રહ્યા. ગુરુદેવ આ પળોમાં - એક સામાન્ય પૃથકજન જેવા દેખાતા હતા.
ગુરુદેવ આ ” કેટલાક બટકબોલા શ્રાવકો ઊઠતા ઊઠતા અંતરની શ્રદ્ધાને પ્રવચન સાંભળી બોધને ખંખેરી નાંખતાં બોલી પણ ઊઠ્યા.
સોમચન્દ્ર. અને અહીં એકત્રિત થયેલા શ્રાવકો, સાધુઓ, સૂરિઓ... છાત્રો... આજથી સાતમા દિવસે સંવત ૧૧૬૬ના વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના દિવસે સોમચન્દ્ર આપણા ધર્મનું સાધુસૂરિ સમાજનું “સાચું હેમ' - હેમચન્દ્રાચાર્યસૂરિ સ્વરૂપે દીક્ષિત થશે - સ્તંભતીર્થના મહોલ્લે મહોલ્લે એલાન કરો... ‘અહિંસા પરમો ધર્મનો આ જગતનાં મૂંગા પ્રાણીઓના, પામર મનુષ્યોના, ભોળા પંખીઓના, ફળ-ફૂલ, ઝાડ-પાન - સર્વે જીવોની થતી રહેલી હિંસા સામે અહિંસાનો એક માહોલ - એના મન, વચન અને કર્મથી સર્જતા રહી, જૈનધર્મની બુલંદી જગાવી હેમચન્દ્રાચાર્યસૂરિનું નામ જગતમાં રોશન કરશે. ધંધુકા અમારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org