________________
કલિકાલસર્વજ્ઞ
અને પ્રાકૃત ગુજરાતીમાં – તાલપત્રીઓનાં પર્ણો પર શબ્દસ્થ થયા હતા. હેમચન્દ્રાચાર્યના વ્યાકરણગ્રંથે પાટણને વિદ્યાકેન્દ્રોમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હતું. શ્રી હેમચન્દ્રાચાર્યે મહર્ષિ પાણિનિ વગેરેના આઠેક વ્યાકરણગ્રંથોના અભ્યાસ અને મનન પછી પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણની સૂત્રશૈલીને અનુસરી એમનું વ્યાકરણ એણે સંસ્કૃત અને પ્રાકૃતમાં સૂત્રાત્મક શૈલીમાં લખ્યું.
9
८०
ગુરુદેવ... ગ્રંથ પૂર્ણાહુતિના સમાચાર ગુર્જરેશ્વરને પહોંચાડવાનો કાર્યભાર મને સોંપો.’
છેલ્લા એક વર્ષથી હેમચન્દ્રાચાર્યની પ્રતિ પળમાં એના લેખનકાર્યમાં છાયાની જેમ પ્રવૃત્તિશીલ રહેલાં અનુચર શ્રીધરે હેમચન્દ્રાચાર્યજી સમક્ષ માંગણી કરી. હેમચન્દ્રાચાર્ય... રાતદિન એમની સેવામાં છેલ્લા એકાદ વર્ષથી વ્યસ્ત એવા સેવક શ્રીધર સામે એક ક્ષણ પૂરતું જોઈ રહ્યા અને ધીમેથી વિવેકપૂર્ણ નમ્રતા સાથે કહ્યું,
વત્સ શ્રીધર... ગુર્જરેશ્વરના દરબારમાં જઈને ખૂબ જ વિવેક, નમ્રતા અને વિનય સાથે મહારાજને આટલું જ કહેજે... કે... મહાવીર સ્વામીની કૃપાથી એના આ સેવકે લખવા ધારેલો વ્યાકરણગ્રંથ આજે વહેલી સવારે પૂરો થયો છે.....
અને શ્રીધર આગળ કશું જ સાંભળવા ન રોકાતાં અપાસરાની બહાર નાચતો, કૂદતો હેમચન્દ્રાચાર્ય મહારાજશ્રીનો જ્ય જ્ય કાર બોલાવતો... રાજસભાના માર્ગ તરફ દોડી ગયો. રસ્તામાં ગાંડાઘેલા શ્રીધરને કોઈ પૂછતું કે : “ભાઈ આમ દોડતો... ક્યાં જઈ રહ્યો છે ?”
ગુરુદેવ હેમચન્દ્રાચાર્યજીએ વ્યાકરણગ્રંથ પૂરો કર્યો એના સમાચાર આપણા મહારાજા સિદ્ધરાજ જયસિંહને આપવા જઈ રહ્યો છું.'
અને રાજ્યસભામાં શ્રીધરે જ્યારે હેમચન્દ્રાચાર્યજીએ વ્યાકરણગ્રંથ પૂરો કર્યાંના સમાચાર મહારાજાને આપ્યા ત્યારે આખાય સભાગૃહમાં આનંદનો સાગર ઊછળ્યો... મહારાજે શ્રીધરના ગળામાં એમણે પહેરેલો
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International