________________
७८
ઉપરાંત આ ભગીરથકાર્ય પૂરું પાડવા માટેની બધી જ સગવડો પૂરી પાડવાની વ્યવસ્થા કરો. એમના શિષ્યગણના કાશ્મીરપ્રવાસનું કાર્ય યોગ્ય સચિવને સોંપી એને પણ કાશ્મીર સાથે મોકલી, મા સરસ્વતીની આરાધના કરી એને પ્રસન્ન કરી, ‘કાશ્મીરીવાહિની’ ગુજરાતવાહિની’ બને એવો પ્રબંધ કરો.' સિદ્ધરાજ બોલી ઊઠ્યા.
ઉદયન મંત્રી જવાબદારી માથે લેતા બોલી ઊઠ્યા : મહારાજ, બધી જ વ્યવસ્થા થઈ જશે.’
રામચન્દ્રસૂરિ અને વાગ્ભટ્ટ કાશ્મી૨થી માતા સરસ્વતીની કૃપાથી સંસ્કૃત ભાષાનાં આઠ વ્યાકરણો ઉપરાંત ઢગલાબંધ અભ્યાસગ્રંથો, ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો તેમ જ વેદ, ગીતા, ઉપનિષદ ઇત્યાદિ મૂલ્યવાન ગ્રંથો પાટણમાં તૈયાર થઈ ગયેલા હેમચન્દ્રાચાર્યજીના અપાસરામાં વ્યવસ્થિત રીતે લઈ આવ્યા અને ગ્રંથોને ક્રમવા૨ ગોઠવવામાં આવ્યા. આ બાજુ સંસ્કૃત વ્યાકરણના પાણિનિ સમા હેમચન્દ્રાચાર્યજીએ સાધુતાના આચાર સાચવીને ગુર્જર ભાષાના જ્યોતિર્ધર બની ગુજરાતની અસ્મિતાના પાયાનું કામ તેણે એક વર્ષમાં વ્યાકરણની રચના કરી. કરી આપ્યું. મૂલસૂત્ર, ધાતુ, ગણપાઠ, પ્રત્યય અને લિંગાનુશાસન એવા પંચાંગી પ્રકારની વ્યાકરણ રચના એમણે સવાલાખ શ્લોકોમાં કરી મહારાજ સિદ્ધરાજ જયસિંહને વ્યાકરણ ગ્રંથ પૂર્ણ થયાનો સંદેશો એના અનુચર શ્રીધર સાથે મોકલ્યો.’
શ્રીધર પણ આનંદથી હેમચન્દ્રાચાર્યના ગુણગાન ગાતો, નાચતો રાજસભામાં પહોંચ્યો અને મહારાજનો જય હો.... આનંદો... આનંદો..... આજ આપણા વંદનીય આચાર્ય કવિવર્ય સાહિત્યરત્ન શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજશ્રીએ ગુજરાતી ભાષાનો સવા લાખ શ્લોકોનો વ્યાકરણગ્રંથ પૂર્ણ કર્યો.... મહારાજનો જય હો..... હેમચન્દ્રાચાર્ય મહારાજનો જય હો...... સિદ્ધરાજ જયસિંહે સિંહાસન પરથી હર્ષાવેશમાં આવી ઊભા થઈ, અપાસરામાંથી આવેલા શ્રીધરને એમના ગળામાંથી સોનાનો હાર કાઢી પહેરાવી દીધો.
Jain Educationa International
કલિકાલસર્વજ્ઞ
For Personal and Private Use Only
www.jainelibrary.org