________________
કલિકાલસર્વજ્ઞ
રાજ્યસભા જેમની હાજરીથી ધર્મસભા બની ગઈ છે. એમાં બિરદાવ્યા, એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન.' ભૃગુકચ્છ છોડી પાટણમાં સ્થિર થયેલા પ્રકાંડ પંડિત આચાર્ય દેવબોધ બોલી ઊઠ્યા.
“મહારાજ, હું આચાર્ય દેવબોધના શબ્દ શબ્દને વધાવું છું. હેમચન્દ્રાચાર્યે આટલી નાની ઉંમરમાં તૈયાશ્રયથી માંડી આજ સુધીમાં
ભટ્ટિકાવય' જેવું સુંદર કાવ્ય, અભિધાન ચિન્તામણિ તથા અનેકાર્થ સંગ્રહ નામના સંસ્કૃત ભાષામાં કોશની રચના કરી, નિઘંટુકોષની રચના દ્વારા વનસ્પતિ અને વૈદકશાસ્ત્રના ગ્રંથો લખ્યા, યોગશાસ્ત્ર પર ગ્રંથ કર્યો... અને આ બધામાં શ્રેષ્ઠ અને ગુજરાતી સંસ્કારિતાનો પરિચય કરાવતું સિદ્ધહેમ શબ્દાનુશાસન' રચી... સર્વકાળના સર્વજ્ઞ એવા આચાર્ય તરીકેનું એનું સ્થાન સિદ્ધ કર્યું છે. તો મહારાજ, આજે ગુજરાતના વિદ્વાનો, આચાર્યો, શ્રેષ્ઠિઓ, પંડિતો, સૂરિઓ જ્યારે આ મંગલ પ્રસંગે ભેગા થયા છે ત્યારે ભગવાન સોમનાથ મહાદેવની સાક્ષીએ હું આપણા સર્વે વતી... હેમચન્દ્રાચાર્યજીને મહારાજા સિદ્ધરાજ જ્યસિંહ દ્વારા “કલિકાલસર્વજ્ઞ'નું બિરૂદ – પદવી અર્પણ કરવાનું સૂચન કરું છું.... સોમનાથના મહંત ભાવ બૃહસ્પતિનું વાક્ય હજી તો પૂરું થાય એ પહેલાં જ...
સાધો... સાધો...” ના ઉચ્ચારો સાથે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યનો જયના જયજયકાર સાથે રાજ્યસભા ગાજી ઊઠી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org