________________
કિલિકાલસર્વજ્ઞા
૯૧
જાણીતો છે...”
હા મંત્રીશ્વર. ભગવાન સોમનાથ મહારાજને સબુદ્ધિ આપે, નહીં તો... પાટણને ઘૂંટણિયે પડેલા શાકંભરીના અણરાજ – દીકરાના નામે, ભવિષ્યમાં પાટણપતિ બની જાય તો નવાઈ નહીં. મુંજાલ બોલી ઊઠ્યા.
સિદ્ધરાજ જયસિંહે મુંજાલને દિવંગત મહારાજા કર્ણના શ્રાદ્ધદિન નિમિત્તે સોમેશ્વરને પાટણ લાવવાની સૂચના હમણાં જ આપી હતી.
મુંજાલને ડર હતો કે પિતાના શ્રાદ્ધપર્વના દિવસે જ મહારાજ રાજ્યસભામાં સોમેશ્વરને ગુર્જuદેશના પાટણના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી... રાજ્યના શાંત, સ્થિર રાજકારણમાં ખળભળાટ જગાવી ન દે. ઉદયન મંત્રીને પણ આ જ ચિંતા હતી. આવા સમયે કુમારપાળની પાટણમાં હાજરી ખૂબ જ જરૂરી હતી. સિદ્ધરાજ જયસિંહના ગુપ્તચરો અને મારાઓ કુમારપાળની હત્યા કરવા... સારા ગુજરાતમાં ઘૂમી રહ્યા હતા. કુમારપાળના રઝળપાટના આ દિવસો હતા. એ ક્યાં હશે તે વિશે ઉદયન મંત્રીની મૂંઝવણનો પાર નહોતો.
દિવંગત મહારાજા કર્ણદેવનો શ્રાદ્ધદિન હતો.
રાજમહેલના વિશાળ ચોગાનમાં સવારથી જ શ્રાદ્ધતર્પણની વિધિની તૈયારી થઈ રહી હતી. રાજમાતા મીનળદેવી તર્પણવિધિની તૈયારીમાં પડ્યાં હતાં. સોમનાથ મંદિરના મહંત ભાવબૃહસ્પતિ શ્રાદ્ધનો વિધિ કરાવવા સોમનાથથી આવી પહોંચ્યા હતા.
બપોરના બાર વાગે... ગુજરાતભરમાંથી -- શિહોર, સિદ્ધપુર, કર્ણાવતી, જામનગર, ગામેગામથી ભૂદેવો બ્રહ્મભોજન માટે આવી પહોંચ્યા
હતા.
બ્રહ્મભોજન માટેની પંગત બેસી ગઈ હતી. લાલ પીતાંબરી અને સફેદ ધોતીમાં સજ્જ એવા ભૂદેવો... બપોરના બારના ટકોરે શ્રાદ્ધતર્પણ વિધિનો કાર્યક્રમ પૂરો થતાં... જમવા માટે એક જ પંક્તિમાં શ્લોકોની રમઝટ બોલાવતા બેસી ગયા. છ ફૂટ ઊંચા ભવ્ય લલાટ, આંખોમાં અનેરા તેજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org