________________
કલિકાલસર્વજ્ઞા
મંત્રીશ્વર, તમારે આ ઉમરે તકલીફ લેવાની જરૂર નથી. મને મારા નસીબ પર છોડી દ્યો... ભગવાન મારો પાધરો હશે તો હેમખેમ દરવાજા બહાર નીકળી જઈશ.” કુમારપાળ બોલ્યો.
મહારાજ આપ સિધાવો. એવું કહેવું પડે છે. એનો હૈયે ભારે રંજ છે... પરંતુ સંજોગો જ એવા છે કે અમારે કૂર થવું પડે છે...” ઉદયન મંત્રીનો અવાજ ભીનો થઈ ગયો.
- કુમારપાળે હેમચન્દ્રાચાર્યને વંદન કર્યું. ઉદયનને વંદન કરવા કુમારપાળ નીચા નમે એ પહેલાં જ ઉદયન મંત્રી એને ભેટી પડ્યા.
મહારાજ. જિનશાસનનો વિજય હો... જૈનમ્ જયતિ શાસનમ્...” મહારાજ સાત વર્ષની રઝળપાટની આકરી અગ્નિપરીક્ષામાંથી આપ પાર ઊતરો અને ગુર્જપ્રજાના સુખદુઃખનો પરિચય મેળવી પરદુઃખભંજન રાજવી બનો. કલ્યાણમ્ અસ્તુ...” હેમચન્દ્રાચાર્ય બોલ્યા. અને કુમારપાળ ચાલી નીકળ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org