Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 193
________________ ૧૭૬ કલિકાલસર્વજ્ઞ ઝંપલાવ્યું. હેમચન્દ્રાચાર્ય બન્ને સામે જોતાં બોલ્યા. : રાજ, રામચન્દ્રની શંકાઓ, ભયોનો ખુલાસો પહેલાં કરી દઉં, દેવબોધજી એક સમર્થ, અસામાન્ય મહાન સંત છે. એ લીલાના જીવ છે... એની લીલા અપાર છે.' ગુરુદેવ... એ લીલા એટલે મદ્યનિષેધની અવહેલના, પ્રજાની મશ્કરી અને ‘અમારિ’ની પણ વિડંબના.... આ બધા આમ જુઓ તો લૌકિક પ્રશ્નો છે... તમને નથી લાગતું એ સત્યને ચાતરીને ચાલી રહ્યા છે ?” રામચન્દ્રે પ્રશ્નોત્તરી આગળ વધારતા કહ્યું. રામચન્દ્ર... જગતમાં કે પછી જીવનમાં સત્ય ક્યારેય જૂનું થવાનું નથી... માણસ જાત ભલે ગમે તેટલા પ્રયત્નો કરે પણ સત્ય અને સોનું ક્યારેય કટાતા નથી.’ હેમચન્દ્રાચાર્યે પ્રત્યુત્તર આપતાં કહ્યું. ગુરુદેવ તો પછી ધર્મના બખેડા કેમ ચાલ્યા કરે છે... સત્ય એક છે, ઈશ્વર એક છે, તો મારો શંકર દેવ તરીકે મોટો ને તમારા તીર્થંકર ખોટા... તમારો ધર્મ ખોટો અને અમારો સાચો ના... ઝઘડા કેમ ચાલ્યા કરે છે... ?” રામચન્દ્રસૂરિ બોલી ઊઠ્યા. થોડા સમય પહેલાં આવા ઝઘડામાં સૂરિજી અટવાઈ પડ્યા હતા. જે માણસ મતનો કે પંથનો આગ્રહ રાખે છે, એના રંગે આંધળુકિયા રંગાય છે.. તે વહેલાં મોડો એ પંથનો, મતનો અને ધર્મનો વિનાશ સર્જે છે. આપણો એ દૃઢ મત હોય તો સામા પંથના માણસોનો પણ એનો પોતાનો આગવો મત હોઈ શકે. એ વાતને જ્યારે માણસ – પછી તે ધર્મગુરુ હોય કે ભક્ત હોય... તે સ્વીકારતો થશે ત્યારે સત્ય, ધર્મ કે મત એનો એકલાનો નહીં રહે, સમગ્ર વિશ્વની માનવજાતનો થઈ જશે.' જ્યારે માણસ સામા માણસને – પશુને – પંખીને – જંતુને – જીવને હણતા પહેલાં એના અંતરને જ” – આને હણતાં લાગણી દુભાવતા હું – મારી લાગણીને તો હણતો નથી ને ? એની પીડાને હું મારામાં તો અનુભવતો નથી ને ? અને આવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210