Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 176
________________ ૨૧ લોકમાતા સરસ્વતીના તટ પર મસ્ત-મિજાજી વિદ્વાન આચાર્ય દેવબોધના આશ્રમમાં વહેલી સવારથી જ નગેન્દ્રપારાય, ત્રિલોચનાય, ભસ્માંગરાગાય મહેશ્વરાય ! નિત્યાય શુધ્ધાય દિગંબરાય તમૅનકારાય નમ:શિવાય !' શ્રી શિવ પંચાક્ષર સ્તોત્રથી શિવપૂજાનો પ્રારંભ થઈ ગયો હતો. આચાર્ય દેવબોધ આશ્રમની મધ્યમાં આવેલા ભવ્ય શિવાલયમાં એના બુલંદ અવાજે શિવમાનસપૂજા સ્તોત્રના શ્લોકો લલકારતા હતા ત્યારે મંદિરના પરિસરમાં નર્તિકાઓ શિવપૂજાનું નૃત્ય કરી રહી હતી. વહેલી સવારથી જ મહાશિવરાત્રીના કારણે પાટણ, સિદ્ધપુર, તેમ જ આજુબાજુના ગામડાના શિવભક્તો – દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. સવારનો પહોર હતો. સૂરજદેવતા માથે ચડતા જતા હતા. વાતાવરણમાં ગરમી વધતી જતી હતી. લોકો વીખરાવા માંડ્યા હતા ત્યાં જ આશ્રમની બહાર હલચલ ખડી થઈ ગઈ. પરમાહર્ત રાજર્ષિ ચૌલુક્યવંશ શિરોમણિ.. મહારાજાધિરાજ ગુર્જરેશ્વર કુમારપાળના આગમનની બહાર છડી પોકારાઈ રહી હતી. લોકો ઘડીભર તો આકળબાકળ થઈ ગયા, પરંતુ કલહનન હાથીના ગળે વૈજયંતીમાલાની જેમ લટકતી ઘંટડીઓના મધુર સ્વરે શંકર ભગવાનના સહસ્ર લિંગ તળાવ પર જામેલી ભીડમાં પણ સારી એવી હલચલ સર્જાઈ ગઈ. આચાર્ય દેવબોધિ મંદિરના દ્વાર પાસેથી ખસી આશ્રમના પ્રવેશદ્વાર પાસે પહોંચી એના આંગણે આવેલા જાજરમાન અતિથિનું સ્વાગત કરવા પહોંચી ગયા. શરીર નશામાં ઝૂમતું હતું. તુચ્છ ભાવે એણે કલહનન હાથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210