Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 179
________________ ૧૬૨ કલિકાલસર્વજ્ઞ સુવર્ણપાત્રમાં સૂરા લઈને આવ્યા. મંત્રીશ્વર... મહારાજ... મારા યુવા જોગી.. લ્યો, લ્યો... આ તો મારા મહાદેવની પ્રસાદી વિજયા છે.... અને આ આસવ.... તો મહાભારતના જમાનાનો પુરાણો આસવ છે...' આચાર્ય દેવબોધ બોલ્યા. કુમારપાળ એકદમ આસન પરથી ઊભા થઈ ગયા. એની આંખોમાં અગનજ્વાળા પ્રગટી હતી. એની પાછળ ઉદયન મંત્રી, કેશવ સેનાપતિ અને રાજસભાના અન્ય સદસ્યો પણ ઊભા થઈ ગયા. દેવબોધજી... પાટણ અને સમસ્ત ગુજરાતમાં મનિષેધનો અમલ થઈ રહ્યો છે ત્યારે તમારી આ પ્રકારની વર્તણૂક કોઈ કાળે ચલાવી નહીં લેવાય...' ક્રોધથી કુમારપાળના હોઠ ફફડતા હતા. આચાર્યશ્રી આ તમારું કાન્યકુબ્જ કે ભૃગુકચ્છ નથી.... આ ગુજરાત છે. જેની પણ એક અસ્મિતા છે. હિંસા, દારૂ, જુગા૨ને ગરવી ગુજરાતમાં સ્થાન નથી...’ ઉદયન મંત્રીની ગર્જનાએ વાતાવરણમાં સોપો પાડી દીધો. હેમચન્દ્રાચાર્ય વિષાદપૂર્ણ નજરે ક્રોધના નશામાં વાણી-વિલાસ પર ઊતરી ગયેલા ઉદયન મંત્રી અને મહારાજ કુમારપાળને જોઈ રહ્યા – ક્રોધ પણ એક પ્રકારનો શરાબ છે. સાનભાન ગુમાવી દે એવી કોઈ પણ વસ્તુને શરાબ કહી શકાય તેવી માન્યતા કલિકાલસર્વજ્ઞની હતી. - આચાર્ય દેવબોધજી એક ક્ષણ પૂરતા સ્વસ્થ થઈ ખુન્નસભરી નજરે ઉદયન મંત્રી અને ગુર્જરેશ્વર સામે જોઈ રહ્યા.. અને બીજી જ ક્ષણે ખડખડાટ હસી પડ્યા. એકાદબે પળ સુધી હસતા જ રહ્યા... અને પછી. તુચ્છ નજરે હેમચન્દ્રાચાર્ય સામે જોતાં બોલી ઊઠ્યા. મંત્રીશ્વર... મને શું ખબર નથી... આ ભાતખાઉ પ્રજાનો ગુર્જર દેશ છે. કીડી મંકોડા પગ નીચે ચંપાઈ જાય તો અરેરાટી બોલાવી અહિંસા'નો જ્યકાર બોલાવતી કાયર પ્રજાનો...’ દેવબોધજી જબાન પર લગામ રાખો.... વચ્ચેથી ક્રોધથી ધ્રૂજતો કુમારપાળ આચાર્ય તરફ ધસી જાય એ પહેલાં હેમચન્દ્રાચાર્યજીએ ઊભા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210