________________
કલિકાલસર્વજ્ઞ
૧૧૯
એક પછી એક ગ્રંથો રચવાના શરૂ કર્યા હતા. સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના દ્વારા શબ્દના વિજ્ઞાનને પૂરો ન્યાય આપી એમણે દ્વયાશ્રય ગ્રંથની રચના આરંભી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલાં આ ગ્રંથ “ઇતિહાસ ગ્રંથમાં ચૌલુક્યવંશનો સિલસિલાબંધ ઇતિહાસ વાચકને મળે છે... જ્યારે ‘ત્રિશષ્ટિ શલાકાપુરુષ ચરિત્રમના દસ ગ્રંથોની ભવ્ય રચનામાં ર૪ તીર્થંકરો ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ એટલે અર્ધચક્રવર્તીઓ, ૯ બલરામ, ૯ પ્રતિ વાસુદેવ એમ કુલ મળીને ત્રેસઠ શલાકાપુરુષોના ચરિત્રો હેમચન્દ્રાચાર્યે આલેખ્યા. હેમચન્દ્રાચાર્ય - એના ગ્રંથોના આલેખનો દ્વારા ભાષા અને કલ્પનાનો સરસ સુમેળ ધરાવનારા કલ્પનાશીલ લેખક તરીકે આદરભર્યું સ્થાન સાહિત્યજગતમાં મેળવી ચૂક્યા છે.
માતા સરસ્વતીના લાડલા હેમચન્દ્રાચાર્યની ખ્યાતિ ધીમે ધીમે જૈનેતર સમાજમાં પણ એક અહિંસાપ્રેમી, પાક સાધુ અને સર્વધર્મસમભાવની ભાવનાવાળા મહારાજ તરીકેની લોકચાહના મેળવનારા સંત તરીકે એનું નામ જાણીતું હતું.
- કુમારપાળ ધીમે ધીમે રાજગાદી પર સ્થિર થતા જતા હતા. અનેક સંગ્રામો જીતીને નિરાંતના શ્વાસ લેતા ગુજરશ્વર કુમારપાળ સમય કાઢીને પણ હવે હેમચન્દ્રાચાર્યના અપાસરે આવતા થયા હતા. ગુરુ અને શિષ્ય વચ્ચે ક્યારેક જ્ઞાનચર્ચા તો વળી ક્યારેક સંસ્કૃત શ્લોકોની રમઝટ બોલતી, તો વળી ક્યારેક પ્રશ્નોની સરવાણીના જલનું આચમન કરતા રહેતા.
કુમારપાળનો જૈનધર્મ તરફ વળાંક, હેમચન્દ્રાચાર્યજી સાથેની વધતી જતી. મુલાકાતો અને સત્ય, અહિંસા, અપરિગ્રહ, ઇત્યાદિ પ્રત્યેની અભિરુચિ – એ સમયના રાજકારણીઓમાં મિત્ર તેમ જ દુરુમન રાજ્યોમાં, શિવપંથી હિંદુઓ પ્રજાજનોમાં ક્યારેક હોનારતો સર્જી દેતા હતા.
શાકંભરીના અણરાજની રાણી દેવળદેવી – મહારાજ કુમારપાળની બહેન. દેવળદેવી અને અર્ણોરાજ એક વખત સોગઠાબાજી રમતાં હતાં. રમતનો રંગ જામ્યો હતો. અણરાજ રમતમાં સોગઠી મારે કે તરત જ હસતો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org