________________
કલિકાલસર્વજ્ઞ
રાજપુરુષો સાથે આવી રહ્યા છે ?”
“હા, મહારાજ.'
અને એ જ વખતે અપાસરાની બહાર મહારાજ સિદ્ધરાજ જયસિંહના આગમનના ડંકા-નિશાન અને જય ઘોષ સંભળાવા માંડ્યા.
માલવવિજેતા બર્બરકજિષ્ણુ, ત્રિભુવનગંડ, અવંતીનાથ મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય.”
પરમ માહેશ્વર મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય' લોકોનાં ટોળાં અપાસરા બહાર એના લાડીલા રાજાના દર્શન કરવા ઊમટી પડ્યાં. મહારાજની સાથે ગુજરાતના મહાઅમાત્ય મુંજાલ, ઉદયન મંત્રી, વામ્ભટ્ટ, ભાવબૃહસ્પતિ, ભવાનીરાશિ, આચાર્ય દેવબોધ જેવા મહાન વિદ્વાનો પણ આવ્યા હતા. હેમચન્દ્રાચાર્યજી અપાસરાના મુખ્યદ્વારથી પ્રવેશતાં સિદ્ધરાજ જયસિંહનું સ્વાગત કરવા ગયા. સિદ્ધરાજ જયસિંહે વંદન કર્યા અને ભાવવિભાર સ્વરે...
“આચાર્ય હેમચન્દ્રાચાર્ય નો જય...'નો જયઘોષ કરતાં, “મહારાજ, આપનું આ કાર્ય ભારતના – ગુજરાતના – પાટણના ઇતિહાસમાં અમર થઈને રહેશે. હું આપને અભિનંદન આપવા અને વંદન કરવા આવ્યો છું.' કહેતાં સિદ્ધરાજ જયસિંહે એના માથા પરનો રાજમુગુટ ઉતારી હેમચન્દ્રાચાર્યના ચરણમાં ધરી દીધો.
હેમચન્દ્રાચાર્ય હજી તો કાંઈ પણ બોલે, એ પહેલાં તો અપાસરાની બહાર મહારાજના ગજરાજના આગમનના સમાચાર નાના ભૂલકાઓની ચિચિયારીઓથી ગાજી ઊઠ્યા.
મહારાજ આપશ્રી રાજદરબારમાં આપ રચિત વ્યાકરણગ્રંથ સાથે મારા ગજરાજ પર બિરાજી ગ્રંથની શોભાયાત્રાને દીપાવો. પાટણના રાજમાર્ગો, ગલીઓ, ચોરા-ચૌટાઓમાં થઈને રાજસભામાં પધારી આપનું અને આ મહાગ્રંથનું સન્માન કરવાનો મોકો આપો.”
મહારાજ. આપની ઈચ્છા પ્રમાણે જ થશે... વ્યાકરણગ્રંથને આપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org