________________
૧૧
‘રામચન્દ્રસૂરિ..’ ‘આજ્ઞા ગુરુદેવ.’
હૈયું શાતા અનુભવે છે... આપણી ગરવી ગુજરાતી ભાષા માટેનું મહેણું ભાંગ્યું. છેલ્લો શ્લોક તમને લખાવતાં ઉરમાં જે આનંદ, સંતોષ અને કશાકની પ્રાપ્તિની જે અનુભૂતિ થઈ છે એ અજોડ છે હો...... વ્યાકરણગ્રંથના અંતિમ શ્લોકની પૂર્ણાહુતિ કરતાં હેમચન્દ્રાચાર્યે એના અંતરને થયેલી શાતાનું વર્ણન કરતાં કહ્યું.
નવજાત શિશુ પર માતા એની પ્રેમાળ દૃષ્ટિનાં અમીછાંટણાં છાંટે એ રીતે જ હેમચન્દ્રાચાર્યે લગભગ સવા લક્ષ શ્લોકોથી રચાયેલા ગ્રંથ ૫૨ એની પ્રેમાળ નજરનાં અમીછાંટણાં છાંટી આનંદની મૂર્છામાં લગભગ સરી
પડયા.
ગુરુદેવ... આજની ઘડી સમગ્ર ગુજરાત માટે રળિયામણી બની રહી છે. ત્રણસો ત્રણસો લહિયાઓ આપના આ વિદ્યાધામમાં ગ્રંથની નકલો તૈયાર કરી રહ્યા છે...' રામચન્દ્રસૂરિ બોલ્યા.
ગુરુદેવ, સંવત ૧૧૯૫ની સાલનો આજનો દિવસ ‘હેમદિન’ તરીકે ગુજરાતભરમાં ઊજવાશે...' બાલચન્દ્રસૂરિએ વાતની પૂર્તિ કરતાં કહ્યું,
હેમચન્દ્રાચાર્યનો અપાસરો એ માત્ર જૈન અપાસરો નહોતો. આખા ગુજરાતનો સર્વધર્મસમભાવનું ધર્મસ્થાન હતો. રાતદિન દેશદેશાવારથી વિદ્વાનો આવતા અને ધર્મ, રાજકારણ, સંગીત, સાહિત્ય, જ્યોતિષ, ઇત્યાદિ અનેક વિષયો પર ચર્ચાઓ થતી, વાદવિવાદો થતા, અપાસરાનું વાતાવરણ ચૈતન્યપૂર્ણ - ધબકતું રહેતું... અનેક લહિયાઓ વચ્ચે બેસી હેમચન્દ્રાચાર્યે એક જ વર્ષમાં વ્યાકરણનો ગ્રંથ પૂરો કર્યો હતો. સવાલક્ષ શ્લોકો – સંસ્કૃત
-
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International