________________
અણહિલપુર પાટણ એ જમાનાનું નગર સંસ્કૃતિનું એક આગવું પ્રતિનિધિત્વ ધરાવતું નગર હતું. પાટણની જાહોજલાલીમાં સોલંકીવંશના શૌર્ય, ધર્મ અને સંસ્કારના ત્રિવેણી સંગમના પુનિત પ્રવાહનો ઘણો મોટો ફાળો રહ્યો છે. સમસ્ત ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિના એક પછી એક સોપાનો સર કર્યું જતું હતું.
પાટણની રાજ્યસભાની ભવ્યતા જ અનોખી હતી. એ જમાનાના શ્રેષ્ઠ ગુર્જરરત્નોથી, સંતોથી, આચાર્યોથી, શિલ્પીઓ, ચિંતકો સંગીતકારોથી સાહિત્યકારોથી રાજસભા શોભતી. ભૃગુકચ્છના આચાર્ય દેવબોધ, કેટકેશ્વરી દેવીના પૂજારી ભુવનરાશિ, સોમનાથ મહાદેવના મહંત ભાવબૃહસ્પતિ, વાભટ્ટ, કવિ શ્રીપાલ, તેમ જ અઢારસો કોટ્યાધીશના પ્રતિનિધિરૂપે કુબેર શ્રેષ્ઠિ જેવા અનેક માનવરત્નોથી સિદ્ધરાજ જયસિંહની રાજ્યસભા ધર્મસભારૂપે વધુ જાણીતી હતી. દેશપરદેશથી અનેક વિદ્વાનો, શાસ્ત્રીઓ, પ્રવાસીઓ પાટણમાં આવતા અને પાટણની સંસ્કારિતા, શિલ્પસ્થાપત્યના બેનમૂન નમૂનાઓ સમા મહાલયો, શિવાલયોથી શોભતું સહસ્ત્રલિંગ તળાવ, પાટણની નજીક સિદ્ધપુર ખાતેનાં રુદ્રમાળના શિલ્પસ્થાપત્ય પર વારી જતા.
હેમચન્દ્રાચાર્યજી પણ પાટણનગરીની ભવ્યતા, એક અદના પ્રજાજન બની સાધુસંતોના આશીર્વાદ લેવા જેટલી નમ્રતા દેખાડતા રાજવીઓ, સમય આવ્યે રાજ્યસિંહાસનનો ત્યાગ કરી ભગવી કંથા ઓઢી તપોવનની કેડી પકડી લેતાં મૂઠી ઊંચેરા ચૌલુક્ય વંશના રાજવીઓની ગાથા સાંભળી ભલભલા પ્રભાવિત થઈ જતા.
હેમચંદ્રાચાર્યજીના પાટણપ્રવેશના કાળમાં ગુર્જરદેશ સોળે કળાએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org