________________
કિલિકાલસર્વજ્ઞ
૭૫
તન, મન અને ધન દ્વારા સમર્પ દેવા તૈયાર છું...” હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા. એમના અવાજમાંથી ઉત્સાહની છોળો ઊડતી હતી.
આચાર્યશ્રી... આપ હુકમ કરો, આપ જેવા જ્ઞાની સંત હોય, મુંજાલ મહેતા જેવા સમર્થ મહાઅમાત્ય હોય, ઉદયન મહેતા જેવા શ્રદ્ધાળુ જીવો હોય પછી વિચાર શેનો કરવાનો ?” સિદ્ધરાજ જયસિંહ બોલી ઊઠ્યા.
રાજનું ધીરગંભીર સ્વરે હેમચન્દ્રાચાર્ય બોલ્યા. “આજ્ઞા આચાર્યશ્રી.”
જગતની કોઈ પણ ભાષાનો પાયો – “શબ્દ જ રહ્યો છે. આ શબ્દ'નું બંધારણ સંકલન એના વ્યાકરણ પર આધારિત છે.’ શબ્દની ઈમારત વ્યાકરણના બંધારણ પર ઘડાતી રહી છે. અને આજે જ્યારે ગુર્જરભાષા પાસે પોતાનું વ્યાકરણ ન હોવાથી માલવપતિ ભોજનું વ્યાકરણ ભણવું પડે છે. હેમચન્દ્રાચાર્ય બોલ્યા.
માલવપતિ સિદ્ધરાજની આજ તો હાર છે...” કવિ શ્રીપાલે કહ્યું.
ગુજરાતી ભાષાની આ જ તો મોટી કરુણતા છે.' મહાઅમાત્ય મુંજાલ બોલી ઊઠ્યા.
આચાર્યશ્રી, માલવવિજેતા ગુજરશ્વરની આ જ તો હાર છે કવિ શ્રીપાલે સાચું કહ્યું. મહારાજ આપ જ ગુજરાતી ભાષાનું, સાહિત્યનું દારિદ્ર ફેડી શકો તેમ છો... આપણી ભાષામાં આપણું પોતાનું વ્યાકરણ રચો અને માતૃભાષાનું ગૌરવ કરો.” સિદ્ધરાજ જયસિંહે કહ્યું.
હા, મહારાજ. આ કાર્ય માટે પાટણના ધનભંડારો, માનવશક્તિ અને અન્ય જે કાંઈ આવશ્યકતા હશે તે પૂરી પાડવામાં ગુજરશ્વર અને એના પ્રજાજનો પાછા નહીં પાડે... મહારાજ બરોબર છે ને? મહાઅમાત્ય મુંજાલે સિદ્ધરાજ જયસિંહ સામે નજર કરતાં કહ્યું. હા મહારાજ.”
यशो मम् तवख्यांति, पुण्ये च मुनिनायक । विश्वलोकोपकाराय कुरु व्याकरणं नवम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org