________________
કલિકાલસર્વજ્ઞ
પ૭
આનકરાજ પણ યુદ્ધમાં એનું શૂરાતન દેખાડવા આવી પહોંચ્યા હતા. અજિત ધારાગઢના તોતિંગ દરવાજાઓ પાટણના ગજરાજોએ તોડી નાંખ્યા અને માલવનરેશની હાર નિશ્ચિત થઈ ગઈ.
સિદ્ધરાજ જયસિંહે ધારાનગરી અને અવંતીમાં વિજયી પ્રવેશ કર્યો ત્યારે એના હૈયામાં બારબાર વર્ષના રણસંગ્રામમાં જે માનવસંહાર થયો તેનાથી ખુદ સિદ્ધરાજ પણ દુઃખી દુઃખી હતો.
દેવચન્દ્રસૂરિને મોકલેલા સંદેશામાં લખ્યું હતું કે ગુરુદેવ... બાર બાર વર્ષના ભીષણ રણસંગ્રામ પછી વિદ્વાનોની નગરી અવંતીમાં ખિન્ન હૃદયે પ્રવેશ કર્યો ત્યારે પણ ભોજરાજાની આ નગરીએ એની સંસ્કારિતા અને જ્ઞાનગરિમાને જાળવી રાખ્યાં હતાં. ભોજરાજાના એ ગ્રંથાગારોમાંથી મહાકવિ કાલિદાસ અને એના જેવા અનેક સંસ્કૃતિ અને સંસ્કારરક્ષક મહાકવિઓ, મહા સર્જકો અને મહા વિદ્વાનોની કલમની સુગંધ વાતાવરણમાં પ્રસરી રહી હતી. ઉજ્જૈન નગરીમાં પ્રવેશતાં પણ એ જ સંસ્કારી હવાનો સ્પર્શ અનુભવાયો.
સિદ્ધરાજ જયસિંહ એના સંદેશાવાહક સાથે પાઠવેલા પત્રમાં લખતો હતો કે...
‘ગુરુદેવ, માલવવિજેતા – અવંતીનાથ સિદ્ધરાજની અહીં હાર હતી. મારા ગુજરાત પાસે – મારા પાટણ પાસે – આ સંસ્કારધન નહોતું – ગ્રંથાગારો નહોતા. ગ્રંથો નહોતા. કાલિદાસ નહોતો... મારું ગુજરાત વિદ્યા અને સંસ્કારિતાના ક્ષેત્રે કેટલું દરિદ્ર હતું એના અહેસાસ આગળ રણભૂમિનું શૌર્ય વામણું લાગતું હતું. મારા ગુજરાતને જ્ઞાનસમૃદ્ધ કરવા હું અવંતી ઉજ્જૈન અને ધારાગઢના ગ્રંથાગારોનાં મૂલ્યવાન ગ્રંથોનું ધન લૂંટીને તો નહીં કહું પણ આદર સાથે પાટણ લાવી રહ્યો છું.’
દેવચન્દ્રસૂરિ પત્ર વાંચીને વિચારમાં પડી ગયા. બર્બરકજિષ્ણુ ત્રિભુવનગંડ અને અવંતીનાથના નામે સમગ્ર ભારતમાં જેની પ્રતિષ્ઠાના ચાર ચાંદ લાગી ગયા હતા – એ ગૂજરશ્વર સિદ્ધરાજ જયસિંહને એની બાજુમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org