________________
૪૮
કલિકાલસર્વજ્ઞ
આપણે. હવે સોમચન્દ્રને દીકરાની નજરે જોવાનો મોહ છોડી દેવો જોઈએ. આપણું મમત્વ એની પ્રગતિમાં અવરોધ બની રહેવું ન જોઈએ” પાહિનીદેવી બોલી.
દેવી, તમારી વાત સાચી છે.' ચાંચે વાતને સમેટી લેતાં કહ્યું.
નાનકડું નાગોર ગામ આનંદને હેલે ચડ્યું હતું. ગામની ગલીઓ, કેડીઓ, રસ્તાઓ શણગારાઈ રહ્યાં હતાં તોરણો ઝૂલતાં હતાં. શમિયાણા બંધાઈ રહ્યા હતા. શરણાઈના સૂરો અને કોકિલકંઠી નારીઓના સ્વરગુંજનથી વાતાવરણમાં પ્રસન્નતાની લહરો ઊઠતી હતી.
નાગોર ગામને આંગણે એના પ્રિય, વંદનીય સોમચન્દ્ર સાધુ એના ગુરુ દેવચન્દ્રસૂરિ સાથે આવી રહ્યા હતા. અક્ષય તૃતિયાનો દિવસ ગામ માટે શુકનિયાળ નીકળ્યો.
સોમચન્દ્ર સાધુ - સાધુ બન્યા ત્યારથી આ ગામના લોકોના પ્રેમભાજન બની રહ્યા હતા. એમનો શાસ્ત્રોનો અભ્યાસ કરવા, લેખન કાર્ય કરવા, શાંતચિત્તે ધ્યાન અને યોગની સાધના કરવા નાગોર ગામના અપાસરામાં આવતા. અનેક ચાતુર્માસો પણ સોમચન્દ્ર સાધુએ આ ગામમાં ગાળ્યા હતા. નાગોર ગામના લોકોને જ્યારે સમાચાર મળ્યા કે સોમચન્દ્ર મુનિનો આચાર્યપદ ગ્રહણ કરવાનો સમારંભ એના ગુરુ દેવચંદ્રસૂરિ સ્તંભતીર્થમાં યોજી રહ્યા છે, ત્યારે નાગોર ગામનો સકળસંઘ - ઉત્સવ એના ગામમાં થાય તેવી વિનંતી કરવા દેવચન્દ્રસૂરિ પાસે ગયો. અને ગામલોકોના સોમચમુનિ પ્રત્યેના અખૂટ પ્યાર આગળ મહારાજ ઝૂકી પડ્યા. પરિણામે આનંદોત્સવની ઉજવણી વહેલી સવારથી અક્ષયતૃતિયાના દિવસે ભગવન્તો, આચાર્યો, સાધુસંતો અને શ્રાવક સંઘો દ્વારા શરૂ થઈ ગઈ હતી.
વહેલી સવારે ભારતના પશ્ચિમપ્રદેશમાં સમયની રેતી પરથી કદી ન ભૂંસાય તેવા જ્ઞાનનાં પગલાં પાડનારા પ્રથમ પંક્તિના જ્ઞાની, વીતરાગી એવા એકવીસ વર્ષના યુવાન સાધુ સોમચન્દ્રજી અને એના ગુરુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org