________________
૪૪
કલિકાલસર્વજ્ઞ
સપનાં. અને વળી એ સપનાં સાકાર પણ થતાં રહે છે.”
ચાંચ. જિન સ્વામીની કૃપા છે. મારું આજનું સપનું પણ સાકાર બને તો કેવું સારું? સાકાર ન પણ બને. મધ્યરાત્રીએ આવતાં સપનાં કાંઈ થોડાં સાચાં પડે છે. પાહિની બોલી.
“અરે દેવી, એવું તે કેવું સપનું આવ્યું કે તમે આટલી વિહવળતા સાથે આનંદની છોળો પણ તમારી વાતોમાં ઉછાળો છો...”
પ્રાણનાથ... આપણો ચાંગ... ગુરુદેવનો સોમચન્દ્ર. આચાર્ય બની આપણે આંગણે “ગોચરી વહોરવા આવ્યો...”
“ખરેખર દેવી...?
હા પ્રાણનાથ...'
દેવી, હમણાં હમણાં આપણા ચાંગના ખાસ સમાચાર નથી હોં ચાલોને, કાલ સવારે સ્તંભતીર્થ જઈ દીકરાનું મોટું તો જોઈ આવીએ... હવે તો કેટલો મોટો યુવાન બડકમદાર સાધુ બની ગયો હશે, નહીં ?”
પ્રાણનાથ.... પંદર પંદર વર્ષનાં વહાણાં વાઈ ગયાં. પણ તમારો દીકરા પ્રત્યેનો મોહ ઓછો નથી થયો... ચાંચ ચાંગ હવે આપણો મટી સમગ્ર વિશ્વનો બની ગયો છે... જૈનશાસનનું અણમોલ રત્ન બની ગયો છે....”
હા દેવી.. મોહનાં બંધન તોડવાં જ રહ્યાં.”
તમે કાલે સાંભળ્યું નહીં, ચાંગ... સોમચન્દ્ર પાટણની ધર્મસભામાં કર્ણાટકના મહાન સાધુ કુમુદચન્દ્ર એક પછી એક વાદવિવાદ ચર્ચાઓમાં વિજયી નીવડી પાટણ આવ્યા ત્યારે આપણા સોમચન્દ્ર તો ગુરુદેવને વિજયી બનાવ્યા....”
દેવી તમે મોહનાં આવરણ હટાવી નાંખવાનું કહો છો... પણ... તમે ખુદ તો... આપણો ચાંગ-સોમચન્દ્ર કહેતાં થાકતાં નથી. ચાંચ હસીને બોલ્યો.
હા પ્રાણનાથ... આપણા સંસારી જીવોની આ જ તો તકલીફ છે ને... આપણો ચાંગ... સોમચન્દ્ર. આચાર્ય થાય - સૂરિશ્વર બને કે તરત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org