________________
૨૪
કલિકાલસર્વજ્ઞ
ચહેરા પર અનોખી શાંતિ હતી. નેત્રો ઢળેલાં હતાં.
પધારો શ્રેષ્ઠિરત્ન ચાંચદેવજી સ્તંભતીર્થ આપનું સ્વાગત કરે છે.... ગુરુદેવ આમને ઓળખ્યાને....” – મીઠી મધ વાણીમાં ઉદયન મહેતાએ ચાંચને આવકાર્યા. - “અરે ધંધુકાના નગરમણિ સમા ચાંચદેવને કોણ ન ઓળખે ? ચાંચદેવ આપનું સ્વાગત છે.” દેવચન્દ્રસૂરિએ એનાં નતનેત્રોને ઊંચા કરતાં ચાંચદેવનું અભિવાદન કર્યું.
ચાંચ વિહ્વળ હતો. એની આંખોએ સભાખંડના ખૂણેખૂણાને વીંધી નાંખ્યો હતો.... એક જ આશાએ ક્યાંય પણ એનો ચાંગ દેખાય છે? પરંતુ ચાંગ આ ધર્મસભામાં નહોતો. એની આંખો ઉદયન મંત્રી પર સ્થિર થઈ. મનોમન નક્કી થઈ ગયું...
“સ્તંભતીર્થના આ વાણિયાએ જ એના કબજામાં ક્યાંક રાખ્યો
હશે.
ચાંચે ગુસ્સામાં દાંત કચકચાવ્યા. કાતિલ નજરે એણે દેવચન્દ્રસૂરિને પણ માપી લીધા.
ઉદયન મંત્રીને વિષે એણે ઘણું સાંભળ્યું હતું.... એનું એક જ સ્વપ્ન હતું. આખાંય ભારતવર્ષ પર જૈનધર્મનું સામ્રાજ્ય સ્થપાય... જય જિનેન્દ્રના નારાથી આ દેશનું આકાશ ગુંજી ઊઠે અને એ માટે સ્તંભતીર્થનો આ વાણિયો કોઈ પણ કક્ષાએ જવા તૈયાર હતો. સિદ્ધરાજ જયસિંહ પર એણે એનો જાદુ પાથર્યો હતો... પાટણના રાજદરબારમાં ઉદયન મંત્રીની બોલબાલા હતી.
શ્રેષ્ઠિરત્ન આપ વિહ્વળ દેખાવ છો ? ઉદયને જ ચાંચદેવની વિવળતા પારખી પ્રશ્ન કર્યો.
“હા, મંત્રીશ્વર... આ આપણા સાધુ દેવચંદ્રસૂરિજી મારી ગેરહાજરીનો લાભ લઈ મારા ચાંગદેવને સાધુ બનાવવા અહીં લઈ આવ્યા છે.”
ચાંચ દેવચન્દ્રસૂરિ સામે ભરચક સભાખંડમાં આંગળી ચીંધતો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org