Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ પ્રકાશકીય અનંતાનંત સિદ્ધોની પુણ્ય ધરા પાલીતાણા ખાતે કચ્છ-વાગડદેશોદ્વારક, પરમ શ્રદ્ધેય અધ્યાત્મયોગી પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા., મધુરભાષી નૂતન આચાર્ય શ્રીમદ્ વિજય કલાપ્રભસુરીશ્વરજી મ.સા., વિદ્વદ્વર્ય પુજય પં. શ્રી કલ્પતરુવિજયજી , પ્રવક્તા પૂ.પં.શ્રી કીર્તિચંદ્રવિજયજી, પૂ. ગણિવર્યશ્રી (હાલ પંન્યાસજીશ્રી) મુક્તિચન્દ્રવિજયજી, પૂ. ગણિવર્યશ્રી પૂર્ણચન્દ્રવિજયજી, પૂ. ગણિવર્યશ્રી મુનિચન્દ્રવિજયજી, પૂ. મુનિશ્રી કુમુદચન્દ્રવિજયજી, પૂ. મુનિશ્રી કીર્તિરત્નવિજયજી, પૂ. મુનિશ્રી તીર્થભદ્રવિજયજી, પૂ. મુનિશ્રી હેમચન્દ્રવિજયજી, પૂ. મુનિશ્રી વિમલપ્રવિજયજી આદિ ૩૦ જેટલા પૂ. સાધુ ભગવંતો તથા ૪૨૯ જેટલા (લગભગ સંપૂર્ણ વાગડ સમુદાય. માત્ર ૪૦ જેટલા સાધ્વીજી ભગવંત પાલીતાણાથી બહાર ચાતુર્માસ હતા.) સાધ્વીજી ભગવંતોનું વીસ વર્ષ પછી વાગડ વીસા ઓસવાળ જૈન સંઘ તથા સાત ચોવીશી જૈન સમાજ બન્ને તરફથી અવિસ્મરણીય ચાતુર્માસ થયું. - ચાતુર્માસ દરમ્યાન ૧૮ પૂજ્ય સાધુ ભગવંત તથા ૯૮ પૂજ્ય સાધ્વીજી ભગવંતોને બૃહદ્ યોગોદ્વહન, માસક્ષમણ આદિ તપશ્ચર્યાઓ, (અલગ પેજ ઉપર તપસ્વીઓની સૂચિ આપી છે.) જીવદયા આદિના ફંડો, પરમાત્મ-ભક્તિપ્રેરક વાચના-પ્રવચનો, રવિવારીય સામૂહિક પ્રવચનો, જિન-ભક્તિ મહોત્સવો, ઉપધાન આદિ અનેકવિધ સુકૃતોની શ્રેણિ સર્જાઈ. ચાતુર્માસ પછી પણ ૯૯ યાત્રા, ૧૫ દીક્ષાઓ (બાબુભાઈ, હીરેન, પૃથ્વીરાજ, ચિરાગ તથા મણિબેન, કલ્પના, કંચન, ચામતિ, શાન્તા, વિલાસ, ચન્દ્રિકા, લતા, શાન્તા, મંજુલા, ભારતી) તથા ત્રણ પદવી (પૂજય ગણિશ્રી મુક્તિચન્દ્રવિજયજીને પંન્યાસ-પદ, પૂ. તીર્થભદ્રવિજયજી તથા પૂ. વિમલપ્રભવિજયજીને ગણિ પદ) વગેરે પ્રસંગો શાલીનતાથી ઊજવાયા.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 452