Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 470
________________ પ્રાચીન-વિદ્યાકળાની સામગ્રી : ૧ ४४७ જૈન ગજટ'ના તા. ૧૬-૧૧-૧૯૬૭ના અંકમાં નવી દિલ્હીના સમાચાર છાપતાં, જણાવવામાં આવ્યું છે – પ્રાચીન ઐતિહાસિક પ્રતિમાઓની ચોરી કરીને એમને પરદેશીઓને વેચનારાઓના એક જૂથના બે માણસોને ગિરફતાર કરીને દિલ્હીની પોલિસે પ્રશંસનીય સફળતા મેળવી છે... પોલિસને કોઈ જાણભેદુ મારફત બાતમી મળી હતી કે લાજપતનગરમાં અમુક જગ્યામાં ઘણી બધી કીમતી પ્રાચીન મૂર્તિઓ ચોરીને લાવવામાં આવે છે. આ બાતમીને આધારે પોલિસે લાજપતનગરમાં બે ઠેકાણે દરોડા પાડ્યા. ત્યાંથી ૮૭ મૂર્તિઓ ઉપરાંત કીમતી વાસણો પણ મળી આવ્યાં. આ મૂર્તિઓ દેશનાં જુદાંજુદાં પ્રસિદ્ધ મંદિરો તથા સંગ્રહસ્થાનોમાંથી ચોરીને લાવવામાં આવી છે. આમાંની ૪૧ મૂર્તિઓ તો ૩૦-૩૦ ઇંચ જેટલી ઊંચી છે. આના ઉપર ખૂબ કીમતી કોતરકામ કરેલું છે અને એ સદીઓ જૂની હોવાનું કહેવાય છે.” આ જમાતની શક્તિ અને પ્રવૃત્તિનું વિષચક્ર દુનિયાભરમાં ધીમે-ધીમે એવું પ્રબળ બની ગયું છે, કે એને રોકવા માટે લોકોની તકેદારી સાવ નાકામિયાબ બની ગઈ છે; તેથી સરકારી તંત્રને આ કામ પોતાના હાથમાં લેવાની ફરજ પડી છે. પરંતુ સરકારનું આવું શક્તિશાળી અને આટલું વિશાળ તંત્ર પણ આ રોગને નોંધપાત્ર પ્રમાણમાં અટકાવી શકાયું નથી એ બીના પણ આ પ્રવૃત્તિ કેટલી ફાલી-ફૂલી છે એનો વધુ ચિંતા ઉપજાવે એવો ખ્યાલ આપે છે. અરે, ખુદ સરકારનાં જ જાહેર સંગ્રહાલયો આ ચોપ્રવૃત્તિના શિકાર બની રહ્યાં હોય, ત્યારે બીજાઓની માલિકીની વસ્તુઓની તો વાત જ શી કરવી ? ભૂતપૂર્વ રાજવીઓની અંગત માલિકીની અને સારી રીતે રક્ષિત એવી કળા અને પુરાતત્ત્વની કીમતી સામગ્રી પણ ચોરાવા લાગી છે. આ પ્રવૃત્તિએ “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે' એ કહેવતને સાચી પાડે એવો વળાંક લીધો છે એ વિશેષ ચિંતા ઉપજાવવાની સાથે કંઈક રમૂજ પણ કરાવે છે. જૂની વસ્તુઓથી થતી મોંમાંગી કે અસાધારણ કમાણીના કારણે આપણા દેશમાં અને દુનિયાના દેશોમાં પણ એવા નિષ્ણાતો તૈયાર થયા છે, જેઓ જૂની વસ્તુને પૂરેપૂરી મળતી આવે એવી નવી વસ્તુઓ તૈયાર કરી આપે છે. આવાં કેન્દ્રો આપણા દેશમાં દિલ્હી વગેરે અનેક સ્થાનોમાં કામ કરી રહ્યાં છે. આના કારીગરોને તો પોતાની આવડતના બદલામાં મોટે ભાગે રોજી જેટલો જ લાભ મળતો હોય છે; એનું ખરેખરું માખણ તો આવો વેપાર કરનારો વર્ગ જ ખાઈ જાય છે. આના ઉપરથી સમજવાનું એ છે કે જૂની મહત્ત્વની વસ્તુઓ ચોરાઈ જવાનો જે એક ભય ચાલુ હતો, એમાં જૂની વસ્તુની હૂબહૂ નકલ થવાને કારણે જૂની મૂલ્યવાનું વસ્તુ ચાલી જવાનો એક નવો ભય ઊભો થયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561