Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 512
________________ ૪૮૯ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧ આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજીએ પોતાના અભ્યાસકાળમાં ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરેલો અને એમના ગુરુવર્ય સદ્ગત આ. મ. શ્રી વિજયકમલસૂરિજીએ આ ગ્રંથનું સંપાદન તેઓ કરે એવી ઇચ્છા વ્યક્ત કરેલી. આચાર્ય મહારાજને પોતાને પણ દર્શનશાસ્ત્ર પ્રત્યે રસ; એટલે સહાયકો વગેરેના અનુકૂળ સંયોગો બની આવતાં, આજથી પંદર વર્ષ પૂર્વે, એમણે આ ગ્રંથના સંપાદન-સંશોધનનું ખૂબ મુશ્કેલ કામ હાથ ધર્યું અને ક્રમે ક્રમે એના ભાગો પ્રકાશિત થતાં-થતાં આ ચોથા ભાગના પ્રકાશન સાથે આવું મોટું અને મુશ્કેલ કામ પૂરું થયું એ ખરેખર, કોઈને પણ આનંદ અને ગર્વ લેવાનું મન થાય એવો પ્રસંગ ગણાય. વધારામાં અહીં એ વાતનો પણ નિર્દેશ કરવો જોઈએ કે આચાર્યશ્રીએ મલવાદી ક્ષમાશ્રમણ કૃત મૂળ ગ્રંથ પરની સિંહસૂરિ ગણી ક્ષમાશ્રમણકૃત ટીકાનું સંપાદન-સંશોધન કરવાની સાથેસાથે એ ગ્રંથમાં પોતે રચેલ “વિષમપદવિવેચન' નામનું ટિપ્પણ પણ ઉમેરીને એ અતિકઠણ ગ્રંથને સુગમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આટલા લાંબા સમય સુધી, આવો આકરો શ્રમ લઈને આ ટીકાગ્રંથને સંપૂર્ણ પ્રકાશિત કરવા બદલ આપણે આચાર્ય મહારાજનો ખૂબખૂબ આભાર માનવો ઘટે; અને સાથે-સાથે આ કાર્યમાં એમને જે-જે મુનિવરો અને વિદ્વાનોનો થોડો કે ઘણો સાથ અને સહકાર મળ્યો હોય, તેમને, તેમ જ એ ગ્રંથની પ્રકાશક-સંસ્થાના સંચાલકો અને આર્થિક સહાયકોને પણ અભિનંદન આપવા ઘટે. આ જ ગ્રંથનાં બીજાં બે પ્રકાશનો સંબંધી થોડીક માહિતી અહીં જાણવી રસપ્રદ અને ઉપયોગી થઈ પડશે. આ ગ્રંથનો સદ્દગત મુનિશ્રી ચતુરવિજયજીએ સંપાદિત કરેલો એક ભાગ વડોદરાના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રકાશિત થયો હતો, અને આ ગ્રંથનું સમીક્ષિત સંસ્કરણ અનેક તિબેટન અને પાલી ભાષાના બૌદ્ધ ગ્રંથોનું અવલોકન કરીને આપણા જાણીતા વિદ્વાન મુ.શ્રી જંબૂવિજયજી કરી રહ્યા છે, તેનું પોણા ભાગનું કામ તો થઈ પણ ગયું છે. અમને લાગે છે કે આવું મોટું કામ પાર પડવું એ જીવનનો એક અવિસ્મરણીય લ્હાવો છે. આવું કાર્ય આવી સારી રીતે સંપન્ન થવાથી આચાર્ય મહારાજને સંતોષ અને આનંદ થાય એ સ્વાભાવિક છે. પણ આ પ્રસંગ તો આખા સંઘને માટે ય આનંદ અને ગૌરવનો પ્રસંગ છે. (તા. ૯-૪-૧૯૬૦) બીજો પ્રસંગ મુનિશ્રી જબૂવિજયજીનું સંપાદન તા. ૩૪-૧૯૬ ૭ના રોજ ભાવનગરમાં જૈનસંઘની દેશ-વિદેશમાં જાણીતી પ્રકાશન-સંસ્થા શ્રી જૈન આત્માનંદ સભાનો મણિમહોત્સવ ઊજવાયો તે પ્રસંગે મુનિવર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561