Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 556
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૫, ૧૬ ધીમી છતાં સ્થિર ગતિએ જ્ઞાનપ્રચારના પોતાના ધ્યેયની દિશામાં આગળ વધતાંવધતાં આ સંસ્થામાં મોટાં-મોટાં કામો હાથ ધરવાની કેવી હિંમત જાગી છે તે ટ્રસ્ટના પ્રમુખશ્રીના ઉપરના કથન ઉ૫૨થી પણ સમજી શકાય છે. આ ઉમદા પ્રવૃત્તિનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જ્યાં પુરુષાર્થ અને લોકકલ્યાણની દૃષ્ટિ હોય છે ત્યાં અવશ્ય પ્રગતિ થાય છે એ કુદરતનો કૉલ છે. – Jain Education International ૫૩૩ (૧૬) એક સમાજહિતચિંતકની વેદના: એક ગ્રંથદર્પણ અમદાવાદ-નિવાસી શ્રી માણેકલાલ છગનલાલ મહેતા એક સ્વતંત્ર વિચારક અને સમાજહિતચિંતક મહાનુભાવ છે. ધર્મ, સંઘ અને સમાજને લગતા પ્રશ્નોને સમજવા અને ઉકેલવાની તેઓ આગવી દૃષ્ટિ ધરાવે છે. દરેક પ્રશ્નની ગુણવત્તા અને યથાર્થ વસ્તુસ્થિતિને બુદ્ધિ અને તર્કથી મૂલવવાની તેઓની પ્રકૃતિ છે. કોઈ પણ હિસાબે ધર્મ, સંઘ અને સમાજ પ્રગતિશીલ બને એવી એમની દૃષ્ટિ છે. એટલે અંધશ્રદ્ધા, અજ્ઞાન કે અહંભાવનું પોષણ કરીને ધર્મ, સંઘ અને સમાજની પ્રગતિમાં અવરોધરૂપ બને એવી મનોવૃત્તિ અને પ્રવૃત્તિનું, જાણતાં-અજાણતાં પણ, સમર્થન કે પોષણ ન થઈ જાય એ માટે તેઓ પૂરેપૂરી ખબરદારી રાખે છે અને એ સામે જૈન સમાજને જાગૃત રાખવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે. એટલે પછી ધર્મના નામે જ્યારે પણ તેઓ બુદ્ધિ અને તર્કને અસંગત હોય એવી વાતોનો પ્રસાર થતો જુઓ છે, ત્યારે એમનું સમાજકલ્યાણવાંછુ ચિત્ત ભારે વેદના અને બેચેની અનુભવે છે. પોતાની આ વેદનાભરી વાતો ચતુર્વિધ શ્રીસંઘ સુધી પહોંચતી કરવાના એક પ્રયત્નરૂપે એમણે ‘જિજ્ઞાસા’ નામે એક પુસ્તક અને ‘અંધારામાંથી અજવાળામાં’ નામે બે ભાગનું પુસ્તક પ્રગટ કર્યાં છે. બીજા પુસ્તકનો સારા પ્રમાણમાં પ્રચાર થાય અને સામાન્ય સ્થિતિના જિજ્ઞાસુઓને પણ એ ખરીદવું પોસાય એ માટે એમણે, નુકસાનીનો હિસાબ ગણ્યા વગર, બીજા ભાગની કિંમત માત્ર દોઢ રૂપિયો જ રાખી છે. For Private & Personal Use Only (તા. ૧૩-૧૦-૧૯૭૩) વિશેષ નવાઈ અને બહુમાન ઉપજાવે એવી વાત તો એ છે કે આજે ૮૧-૮૨ વર્ષ જેટલી વૃદ્ધ ઉંમરે પણ એમના આ વિચારોમાં વૃદ્ધત્વ કે શિથિલતા પ્રવેશવા પામ્યાં www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561