Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 557
________________ જિનમાર્ગનું અનુશીલન નથી. શ્રી માણેકલાલભાઈ સાથે વાત કરીએ તો એમ જ લાગે કે એમના વિચારો યુવાનોને પ્રેરણા આપે એવા મૌલિક અને ઉદ્દામ છે અને એમાં અશોભનીય કે અનુચિત સમાધાનને કચાંય સ્થાન નથી. એક નિવૃત્ત સરકારી અમલદારની આવી શાસનભક્તિ જોઈને, બધા પ્રગતિવાંછુ જનોને આહ્લાદ થાય એ સ્વાભાવિક છે. ‘અંધારામાંથી અજવાળામાં' પુસ્તકના પહેલા ભાગનો પરિચય અમે અમારા પત્રમાં આપ્યો હતો. એટલે આવા ઉપયોગી, વિચાપ્રેરક અને સંઘ અને સમાજની રૂઢિગ્રસ્ત બની ગયેલી સુષુપ્ત ચેતનાને ઢંઢોળીને આંચકો આપે એવી સામગ્રી રજૂ કરતા આ પુસ્તકનો ટૂંકો પિરચય અહીં આપવાનું સર્વથા ઉચિત છે. શ્રી માણેકલાલ મહેતા કેવા જલદ વિચારો ધરાવે છે અને આપણા ગુરુમહારાજો પાસે પણ પોતાની જિજ્ઞાસા નહીં સંતોષાયાનો એમને કેટલો અસંતોષ અને રોષ છે, તે એમના પુસ્તકમાંનાં થોડાંક વાક્યોથી પણ જાણી શકાય છે : “આ બાબત (જૈન શાસન હમેશાં નગદ સત્ય સ્વીકારે છે એ બાબત) જ્ઞાનનું શોધન-ભેદન-છેદન કરી ઇતિહાસ ખોળી ગુરુદેવોની પાસે સત્ય શોધવા અપાશરે અથડાયો. અને મને એ કડવો અનુભવ થયો કે તેમને આવું જ્ઞાનનું પીંખણ કે શોધન કરવું એ માથાફોડ લાગે છે. વળી અનેક બીજી લપછપમાં તે અંગે તેમને ફુરસદ જ નથી.” (પૃ. ૪) “ધનથી ધર્મ પેદા થાય, અને ધનવાનું જ ધર્મ ૨ળે અને ખરીદ કરે એવું છે જ નહિ... દુનિયા કહે છે કે ધન ના હોય તો ધર્મ શું કરીએ ? આ મહાભૂલ છે. જો ધર્મ માટે ધન જોઈતું હોય તો ઋષિઓ, મુનિઓ, સંતો, ત્યાગી-વૈરાગીઓને મુક્તિ મળે જ નહીં. ધનના સદુપયોગથી કદાચ પુણ્ય મળે; પણ પુણ્ય એ જ બંધન છે, સોનાની બેડી છે.” (પૃ. ૧૨) “વેશની કિંમત નથી, કિંમત તો ગુણની છે; વેશ તો દુનિયાને છેતરવામાં ઘણો સાધનરૂપ બની જાય છે. માટે વેશમાત્રથી જ અજાણે ભેરવાતા કે ભોળવાતા નહીં... સંતોનો વેશ તો ગુણમાં જ સમાયેલો છે... ગુણને વેશની જરૂર નથી... તરવા માટે તો અનેક સાધનો છે; તેમાં વેશ એક સાધન છે. અને એ સાધન વગર ઘણા તરી ગયા પણ છે, અને વેશધારી ઘણા ડૂબ્યા પણ છે. મહત્ત્વ તો ત્યાગ-વિરાગનું જ છે.” (પૃ. ૨૭–૨૮) ૫૩૪ “શહેરોમાં ભોજનશાળાના ભાવ ઘટાડો, તે માટે સારું ફંડ ઊભાં કરો. નોકારશી કરતાં શું તે સાચી સાધર્મિક ભક્તિ નથી ?' (પૃ. ૨૯) જૈનધર્મીઓ વધારવાની એટલે જૈન માનવ-દળ ઊભું કરવાની આ યુગમાં અને આવી સરકારમાં બહુ જ આવશ્યકતા છે; નહીં તો આપણે ગુમ થઈ જઈશું એવા રંગ દેખાય છે.” (પૃ. ૩૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561