Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 533
________________ જિનમાર્ગનું અનુશીલન લગભગ એક જ અરસામાં પ્રાકૃત ભાષામાં રચાયેલી બે મહાન ધર્મકથાઓ જૈન-સાહિત્યમાં મુકુટમણિ સમી બની રહે એવી છે ઃ એક છે સમભાવી આચાર્યપ્રવર હરિભદ્રસૂરિ-વિરચિત ‘સમરાઇચ્ચકહા' અને બીજી ‘દાક્ષિણ્યચિહ્ન’-અપરનામક ઉદ્યોતનસૂરિએ રચેલી ‘કુવલયમાલા’-કથા. અહીં પરિચય આપવા ધાર્યો છે તે છે ‘કુવલયમાલા’નો ગુજરાતી અનુવાદ. સામાન્યમાં સામાન્ય માનવી પણ ધર્મને સહેલાઈથી સમજી શકે એવી કૃતિઓની પ્રચલિત લોકભાષામાં રચના એ જૈનધર્મની વિશેષતા છે. તેથી કથાસાહિત્ય એ જૈન સાહિત્યનું એક વિશિષ્ટ અને મહત્ત્વનું અંગ બની ગયેલ છે. હવે તો એ કથાઓનું વાર્તાકળાની દૃષ્ટિએ જ નહિ, ભાષાકીય, સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ વિશિષ્ટ રીતે ઊલટથી અધ્યયન થવા લાગ્યું છે. ‘કુવલયમાલા’ની માત્ર મૂળકથા સિંઘી જૈન ગ્રંથમાલાના ૪૫મા ગ્રંથ તરીકે, સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. આદિનાથ નેમિનાથ ઉપાના સુયોગ્ય હાથે સંપાદિત થઈને વિ. સં. ૨૦૧૫ની સાલમાં પ્રગટ થઈ છે. વિદ્વત્તાપૂર્ણ વિસ્તૃત પ્રસ્તાવના વગેરેવાળો આનો બીજો ભાગ હજી પ્રગટ થવો બાકી છે. (પાછળથી પ્રગટ થયો છે. - સેં.) ૫૧૦ પૂ. આગમોદ્ધારક આ. મ. શ્રી સાગરાનંદસૂરિજીના સુયોગ્ય શિષ્ય શાંતમૂર્તિ આ. મ. શ્રી હેમસાગરસૂરિજીના એકાગ્ર વિદ્યાધ્યયનનું ફળ છે આ મહાકથાનો સરળ, સુંદર સુબોધ અનુવાદ. આ ઉદ્યોતનસૂરિજીએ વિ.સં. ૮૩૫માં (શક-સંવત્ ૬૯૯માં) ચૈત્ર સુદ ૧૪ના રોજ સુપ્રસિદ્ધ જૈન કેન્દ્ર જાબાલિપુર-સુવર્ણગિરિ એટલે કે વર્તમાન જાલોરના દુર્ગના ઋષભદેવપ્રાસાદમાં આ કથાની રચના કરી હતી. તેઓ હિરભદ્રસૂરિજીના સમકાલીન હતા એટલું જ નહીં, એમણે હિ૨ભદ્રસૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ પણ કર્યો હતો. આ કથા તેરહજાર શ્લોકપ્રમાણ જેટલી છે. પ્રાકૃતભાષામાં ક્યાંક ગદ્યમાં અને ક્યાંક પદ્યમાં આ ગ્રંથની રચના કરવામાં આવી છે. એની બે વિશેષતાઓ ખાસ ધ્યાન ખેંચે છે : એક તો એમાં આવતાં પદ્યો(ગાથાઓ કે શ્લોકો)ની સરળતા અને હ્રદયંગમતા, અને બીજી, સમુદ્રના તરંગની જેમ એક પછી એક નવીનવી ચાલી આવતી કથાઓની પરંપરા : મૂળકથામાંથી ઉપકથા, વળી એમાંથી પ્રગટતી આડકથા; આમ આ ગ્રંથ જાણે ધર્મબોધકથાઓ અને રૂપકોનો ખજાનો બની રહે છે. કથાઓની પરંપરાની ખૂબી એ છે કે એક કથામાંથી વાચક બીજી કથામાં અજાણભાવે સરી પડે; અને કયારેક મૂળકથાનું અનુસંધાન પણ ચૂકી જાય, પણ રસતરબોળ તો થાય જ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561