Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 539
________________ પ૧૬ જિનમાર્ગનું અનુશીલના કરોડો રૂપિયા ખર્ચા છતાં, ભગવાનું મહાવીરના સન્માર્ગદર્શક, પ્રેરણાદાયક અને રોમાંચકારક જીવનપ્રસંગોનું સુરેખ અને આકર્ષક રંગ-રેખાઓમાં આલેખન-ચિત્રાંકન કરાવીને એને સુવ્યવસ્થિત અને સુંદર ચિત્રસંપુટ રૂપે તૈયાર કરાવવાનું, તેમ જ એનું ઉત્તમ કોટિનું મુદ્રણ કરાવીને ઘેરઘેર પહોંચતું કરવાનું તથા જૈન-જૈનેતર બધા ધર્માનુરાગીઓ, જિજ્ઞાસુઓ અને કળાના ઉપાસકોને માટે સુલભ બનાવવાનું કામ બાકી જ હતું. સંપત્તિશાળી, જ્ઞાનના ઉપાસક અને કળાને પ્રોત્સાહન આપનાર તરીકેની ખ્યાતિ ધરાવનાર જૈનસંઘની યશોજ્વલ કારકિર્દીમાં રહેલી આ ખામી સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ સૌ-કોઈને ખટકતી હતી. મુંબઈમાં તાજેતરમાં જેનો પ્રકાશન-વિધિ બે દિવસના મોટા સમારોહ દ્વારા કરવામાં આવ્યો, તે તીર્થર ભવાન શ્રી મહાવીર : ૩૬ વિશેં] સંપુટ' નામે ભગવાનું મહાવીરના જીવનનું સુરેખ દર્શન કરાવતાં પાંત્રીસ જેટલાં મોટા કદનાં અનેકરંગી મનોહર ચિત્રોના સંગ્રહથી સૈકાઓ જૂની આ મોટી ખામી સારા પ્રમાણમાં દૂર થવા પામી છે, અને ભવિષ્યમાં અન્ય ચિત્રકાર-મિત્રોને આના કરતાં પણ ઉચ્ચ કોટીનાં ગણી શકાય એવાં ચિત્રો અને ચિત્રસંપુટો તૈયાર કરવાની પ્રેરણા પણ મળશે. સાહિત્ય અને કળાને આશ્રય અને ઉત્તેજન આપતાં રહેવાની જેનસંઘની ઉજ્વળ પરંપરાના ઇતિહાસમાં, આ ચિત્રસંપુટના પ્રકાશનથી, એક સોનેરી પ્રકરણનો ઉમેરો થયો છે. જો આ પ્રકાશનનું આપણે યથાર્થ મૂલ્યાંકન કરી શકીએ, તો આપણને એ વાત સ્વીકારતાં સંકોચ ન થવો જોઈએ કે સેંકડો વર્ષથી ચાલી આવતી ખામીને દૂર કરવાના કારણે આ ચિત્રસંપુટનું પ્રકાશન એક શકવર્તી પ્રકાશન બની રહે છે. આવાં ઉત્તમ કોટિનાં ચિત્રોનો સંગ્રહ તૈયાર કરી આપવાનો બધો યશ પહેલી જ દૃષ્ટિએ એના યશસ્વી અને સિદ્ધહસ્ત કલાકારને જ ઘટે છે. એ જ રીતે એક ધર્મનાયકના જીવન-પ્રસંગોનું સમુચિત અને શાસ્ત્રદૃષ્ટિનો ખ્યાલ રાખીને આલેખન કરવા માટેનું જરૂરી અને જવાબદારીભર્યું માર્ગદર્શન આપવું, એ ચિત્રોનો સંક્ષિપ્ત છતાં સચોટ અને યથાર્થ પરિચય લખી આપવો, મૂળ ચિત્રસંગ્રહને અનેક પ્રતીકાત્મક અને બીજા સંખ્યાબંધ સુશોભનોના આલેખનથી વિશેષ મૂલ્યવાનું બનાવવો અને છેવટે ચિત્રસંગ્રહનું નમૂનેદાર મુદ્રણ કરાવવાની અને એ માટે બહુ મોટી આર્થિક સગવડ કરી આપવાની જવાબદારીને વહન કરવી એ કંઈ નાનું-સૂનું કાર્ય નથી; અવિરત ચિંતા અને પ્રયત્નના બળે જ થઈ શકે એવું મુશકેલ આ કાર્ય છે. સદ્દભાગ્યે એક ભાવનાશીલ અને નિષ્ણાત ચિત્રકાર-મિત્ર અને જનસંઘના એક કળા અને સાહિત્યના ઉપાસક, પ્રભાવશાળી, ભાવનાશીલ મુનિવર વચ્ચે સુમેળ સધાયો અને આ મુશ્કેલ કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561