Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 541
________________ ૫૧૮ જિનમાર્ગનું અનુશીલન પાસેથી ઉછીના લઈને, મોટા ખર્ચે, પંદર ચિત્રોનો સંપુટ, આજથી ૨૫ વર્ષ પહેલાં વિ. સં. ૨૦૦પમાં બહાર પાડ્યો. આ સંપુટનું આમુખ સ્વ. આગમપ્રભાકર મુનિવર્યશ્રી પુણ્યવિજયજીએ લખ્યું હતું. આ ચિત્રસંપુટ માટે સૌએ શ્રી ગોકુળભાઈને અભિનંદન તો ઘણાં આપ્યાં. પણ એમનું દેવું ચૂકતે થાય એટલાં પણ ચિત્રસંપુટો ન વેચાયાં! પછી એમને પોતાના આ અપાર પરિશ્રમનો થોડોક પણ બદલો મળવાની તો વાત જ કયાં રહી? અને આવી પરિસ્થિતિમાં ભગવાન્ મહાવીરના દીક્ષા પછીના જીવનપ્રસંગોને લગતાં ચિત્રો તૈયાર થવાની શકયતા પણ ક્યાં રહી? આવા કટોકટીના અણીના વખતે, સદ્ભાગ્યે, સાહિત્ય-કલારત્ન મુનિવર્ય શ્રી યશોવિજયજીનું ધ્યાન શ્રી ગોકુલભાઈ કાપડિયાની આવી ચિંતાઘેરી પરિસ્થિતિ તરફ ગયું; અને એક આદર્શ કળાકારની આવી મૂંઝવણભરી સ્થિતિ તરફ માત્ર નિષ્ક્રિય સહાનુભૂતિ દર્શાવીને સંતોષ માનવાને બદલે એનો ઉકેલ લાવવાના વ્યવહારુ અને કારગત ઉપાયો હાથ ધર્યા અને એમાં તેઓ સફળ થયા. પણ શ્રી ગોકુલભાઈની ચાલુ મુશ્કેલીને દૂર કરવા માત્રથી સંતોષ માને એવો આ મુનિશ્રીનો જીવ ન હતો એ તો ઝંખતા હતા શ્રી ગોકુળભાઈ જેવા ભક્તિપરાયણ, ધર્મશીલ, સિદ્ધહસ્ત ચિત્રકારના સુયોગનો ઉપયોગ કરીને ભગવાનું મહાવીરના દીક્ષાકલ્યાણક પછીના જીવનપ્રસંગોનાં સમૃદ્ધ ચિત્રો બને એટલાં વહેલાં દોરાવી લેવાં. મુનિશ્રીની આ ઝંખનામાં કર્તવ્યનિષ્ઠાનું તેજ ભર્યું હોઈ, તેમની આ ભાવના સફળ થઈ, અને ૮-૧૦ વર્ષ પહેલાં શ્રી ગોકુળભાઈએ બીજાં ૨૦ ચિત્રો દોરી આપીને કુલ ૩૫ ચિત્રોમાં મહાવીરકથા અંકિત કરી આપીને પોતાના જીવનનું અને જૈનસંઘનું એક શકવર્તી કાર્ય પૂરું કર્યું. હવે એ બધાં ચિત્રો સુઘડ, સ્વચ્છ અને ઉત્તમ મુદ્રણ દ્વારા એક મોટા, મનોહર ચિત્રસંપુટરૂપે સૌ કોઈને માટે સુલભ બની શક્યાં છે. આ રીતે, આ ચિત્રો દોરવામાં શ્રી ગોકુળભાઈએ જેમ ઘણી જહેમત ઉઠાવી છે, તેમ પ્રકાશિત કરવામાં મુનિરાજ શ્રી યશોવિજયજીનો ફાળો પણ અસાધારણ છે. - હવે આ ચિત્રસંપુટમાંની સમગ્રીનું થોડું અવલોકન કરી લઈએ: આ પાંત્રીસ બહુરંગી ચિત્રોમાં પહેલું ચિત્ર ધ્યાનમુદ્રામાં ભગવાન મહાવીરસ્વામીનું અને છેલ્લું ચિત્ર ગુરુગૌતમસ્વામીનું છે. બંને ચિત્રો આલાદક અને ધ્યાન ધરવામાં ઉપયોગી થાય એવાં છે. બીજું ચિત્ર ભગવાનના ૨૬ પૂર્વભવોનું દર્શન કરાવે છે. ભગવાનના અવનકલ્યાણકથી દીક્ષા કલ્યાણક સુધીના પ્રસંગો ૧૬ ચિત્રોમાં આલેખવામાં આવ્યા છે. ભગવાનની દીર્ઘ અને ઉગ્ર સાધનાને લગતાં અગિયાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561