Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 547
________________ પર૪ જિનમાર્ગનું અનુશીલન પણ હવે જ્યારે આપણી પેઢીએ, એના પ્રમુખશ્રીના માર્ગદર્શન નીચે, નવો રાહ લીધો છે, તો આપણે જરૂર આશા રાખી શકીએ કે ભવિષ્યમાં ભાઈ કાપડિયા કે એમના જેવા જૈન સંસ્કૃતિ અને કળા પ્રત્યે આદર ધરાવતા કળાકારોનો આદર કરવાનું અને આપણી કળાને સમૃદ્ધ બનાવવાનું આપણે નહીં ચૂકીએ. આટલા પ્રાસંગિક નિવેદન સાથે કળાનો આવો સમાદર કરવા માટે અમે પેઢીને, પેઢીના પ્રમુખશ્રીને અને પેઢીના આગેવાનોને ફરી વાર ધન્યવાદ આપીએ છીએ. (તા. ૫-૨-૧૯૫૫) (૧૨) “મહાવીર-દર્શન અને ચંદનબાળાનું કથાગીત' (રચયિતા શ્રી શાંતિલાલ બી. શાહ, પ્રકાશક : શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડાર, ગોડીજીની ચાલ, મુંબઈ-૨; પૃષ્ઠસંખ્યા : ૯૬; સચિત્ર; કિંમત: દોઢ રૂપિયો.) - શ્રી શાંતિલાલ બી. શાહ ગુજરાતના એક લોકપ્રિય અને જાણીતા સંગીતકાર છે. પોતાની કામણગારી સંગીતકળા દ્વારા મોટે ભાગે સ્વરચિત કાવ્યકૃતિઓને તેઓ શ્રોતાઓનાં અંતર સુધી પહોંચાડી દે છે એ એમની સંગીતકળાની નોંધપાત્ર વિશેષતા છે. અને એમની કાવ્યરચનાઓની વિશેષતા એ છે કે તેઓ ધર્મભાવના, રાષ્ટ્રીયતા અને માનવતાને જાગૃત કરે એવી જ કૃતિઓ રચે છે; પછી એનો વિષય ગમે તે હોય. કાવ્યરચનામાં મધુર, મુલાયમ, માર્મિક શબ્દોની પસંદગીમાં તેઓ નિપુણ છે. ભગવાન મહાવીરનું જીવન એ તપ, ત્યાગ, સંયમ, વૈરાગ્ય, તિતિક્ષા દ્વારા આત્મબળને પ્રગટાવનારું આદર્શ જીવન છે. એમાં નાનામાં નાના માનવીથી લઈને મોટામાં મોટા યોગીઓ માટે પણ પોતાની સાધનાયાત્રામાં ઉપયોગી એવું અદ્દભુત જીવનપાથેય ભરેલું છે. એટલે એ જીવનનાં જેટલાં કાવ્યો રચાય તેટલાં ઓછાં છે. આ નાનીસરખી કૃતિ ભગવાન્ મહાવીરના વિરાટ જીવનના કેટલાક પ્રેરક પ્રસંગોને કાવ્યમય બાનીમાં રજૂ કરે છે. ઉપરાંત, એમાં ભમહાવીરના મનોમંથનને * આ સમાલોચના-લેખ શ્રી ર. દી. દે. દ્વારા લખાયો હોવાની પાકી ખાતરી એટલે નથી થતી કે સામાન્યતઃ અગ્રલેખ અને “સામયિક ફુરણ' ની નોંધો સિવાયના તેમના વધારાના લખાણમાં તેમનું નામ નિર્દયું હોય છે, પણ આમાં તેમ થયું નથી. છતાં આમાં કોઈ અન્ય લેખકનું નામ ન હોઈ, શૈલીના આધારે તેમ જ શ્રી શાન્તિભાઈ સાથેના તેમના ઘનિષ્ઠ સંબંધને આધારે લખાણ તેમનું માન્યું છે. – સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561