Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 551
________________ પ૨૮ જિનમાર્ગનું અનુશીલન પણ ઇતિહાસકારને લીધા વગર નથી ચાલવાનું. આવી આવી અનેક સિદ્ધિઓને લીધે વિક્રમની વીસમી સદીના ઉત્તરાર્ધનો સમય એમની કર્તવ્યપરાયણતાનો સમય હતો એમ કહેવું જોઈએ. આવા એક શાસન પ્રભાવક મહાપુરુષના જીવનપ્રસંગો જાણવા-વાંચવાની કશી સામગ્રી અત્યાર સુધી આપણી નવી પેઢી તેમ જ અન્ય ગુણાનુરાગી ભાઈઓ-બહેનો માટે, આપણે તૈયાર કરી નહોતી; એ ખામી લાંબા વખતથી ખટક્યા કરતી હતી. આ મોટી ખામી “શાસનસમ્રા’ ગ્રંથના પ્રકાશનથી સારા પ્રમાણમાં દૂર થઈ શકી, એ માટે આ ગ્રંથના પ્રકાશક કદંબગિરિના તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટને અને એના ભાવનાશીલ સંચાલકોને ધન્યવાદ ઘટે છે. મોટા કદનાં ચારસો પાનાંનો આ દળદાર ગ્રંથ તૈયાર કરીને શ્રીસંઘને ભેટ આપવાનું પુણ્યકાર્ય ઉત્સાહી, ઊછરતી વયના, ઉદયમાન લેખક મુનિરત્ન શ્રી શીલચંદ્રવિજયજીએ કર્યું છે, આચાર્યશ્રી વિજયનંદનસૂરિજીના આ પ્રશિષ્ય જેટલા વિદ્યાનુરાગી છે, એટલા જ નમ્ર, વિવેકી, જિજ્ઞાસુ અને સારું કામ કરવાની કલ્યાણબુદ્ધિવાળા છે. ઊછરતી ઉંમરના આ મુનિવરે પોતાના લખાણને એવું મધુર અને વાચનક્ષમ બનાવ્યું છે કે વાંચવાનું શરૂ કર્યા પછી એ વાંચતાં રહેવાની ઊર્મિ સતત ટકી રહે છે. કોઈ પણ વસ્તુ કે પ્રસંગના નિરૂપણમાં પ્રમાણનો ખ્યાલ, રજૂઆતની સરળ અને સરસ શૈલી અને મુદ્દાસરનું સચોટ નિરૂપણ એ આ મુનિવરની કલમની વિશેષતા છે. વળી, આ પુસ્તકમાં આપવામાં આવેલ અનેક પરિશિષ્ટો, સંખ્યાબંધ મનોહર છબીઓ અને તે-તે પ્રકરણમાં પીરસવામાં આવેલી સામગ્રીનું અવલોકન કરતાં સહજપણે એ વાતનો ખ્યાલ આવે છે કે આ પુસ્તકને સુંદર, સર્વાગ-સંપૂર્ણ અને માહિતીથી પરિપૂર્ણ કરવા માટે મુનિવરે કેટલી જહેમત ઉઠાવી હશે અને કેટલું જ્ઞાનતપ કર્યું હશે. આવી દાખલારૂપ યશસ્વી કાર્યવાહી માટે અમે મુનિરાજ શીલચંદ્રવિજયજીને અભિનંદીએ છીએ. આ આશાસ્પદ લેખક-મુનિવર આ ચરિત્રનું આલેખન કરીને સંતોષ માની લે, અને નવાં-નવાં પુસ્તકો તૈયાર કરવામાં પોતાની શક્તિ અને આવડતનો ઉપયોગ કરવાને બદલે બીજાં બીજાં કામો હાથ ધરે એ ઇચ્છવા જેવું નથી. સામાન્ય જનસમૂહને વાંચવું ગમે એવું સાહિત્ય પ્રચલિત લોકભાષાઓમાં રચી શકે એવા કુશળ લેખકો આપણા શ્રમણ-સમુદાયમાં બહુ જ ઓછા છે. આવી સ્થિતિમાં મુનિશ્રી શીલચંદ્રવિજયજી તથા એમના જેવા કુશળ લેખકો પોતાની વિદ્યાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561