Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 552
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૪, ૧૫ પર૯ ઉપયોગ લોકોપકાર માટે કરતાં રહીને મધુર તેમ જ સંસ્કારપોષક સાહિત્યનું સર્જન કરતાં રહે એ બહુ જરૂરી છે. (તા. ૧૭-૮-૧૯૭૪) (૧૫) લોકશિક્ષણની અભિનંદનીય પ્રવૃત્તિ બે મિત્રો; પૈસાની સગવડ ઓછી અને આગળ વધવાનાં બીજાં સાધનો અને સંજોગો પણ ટાંચાં. પણ આગળ વધવાની ભાવના, શક્તિ અને કાર્યસૂઝ ઘણી. અંતરના બળે મુસીબતના કાંટા-ઝાંખરાંને દૂર કર્યા, અને પ્રતિકૂળ સંયોગોને જ પ્રગતિનું વાહન બનાવ્યું. એમણે જ્ઞાન પ્રસારના માર્ગે શરૂ કરેલી લોકસેવાની નાનીસરખી સરવાણી આજે વિશાળ સરિતાનું રૂપ ધારણ કરીને વિદ્વાનો, લોકસેવકો અને સામાન્ય જનસમૂહનાં સમાન અભિનંદન અને ધન્યવાદની અધિકારી બની છે. આપબળે આગળ વધેલા આ બે મિત્રો તે શ્રી વાડીભાઈ ડગલી અને શ્રી યશવંતભાઈ દોશી, અને એમણે શરૂ કરેલી લોકકલ્યાણની પ્રવૃત્તિ તે “પરિચય-પુસ્તિકા-પ્રવૃત્તિ'. આ પ્રવૃત્તિની શરૂઆત પંદર-સોળ વર્ષ પહેલાં, સને ૧૯૫૭ના અંતમાં, બહુ જ નાના પાયા ઉપર થઈ હતી. તે વખતે બીજનું વાવેતર થયું હતું, એ કેટલું તાકાતવાળું હતું એની કલ્પના તો એ વાવનારને પણ ભાગ્યે જ હશે. પણ તેઓ એ બીજની માવજત કરવામાં જરા ય પાછા ન પડ્યા; અને એમણે આદરેલી જ્ઞાનપ્રસાર દ્વારા જનસમૂહનો ઉત્કર્ષ સાધવાની નાની-સરખી પ્રવૃત્તિ સમય જતાં વિશાળ વડલાની જેમ વિસ્તરી રહી, અને નેતાઓ, શ્રીમંતો અને લોકસેવકોનું ધ્યાન દોરતી રહી. પરિચય-પુસ્તિકાઓના પ્રકાશનની આ પ્રવૃત્તિનો હેતુ સામાન્ય તેમ જ ઓછું ભણેલા જનસમૂહને સુગમ અને રોચક ગુજરાતી ભાષામાં જ્ઞાન-વિજ્ઞાનના વિવિધ વિષયોનો, જીવનને સ્પર્શતી અનેક બાબતોનો, આપણાં સાહિત્ય-સંસ્કૃતિ ઇતિહાસનો, તેમ જ વિશિષ્ટ વ્યક્તિઓનો ટૂંકાણમાં છતાં સારગ્રાહી પરિચય કરાવવો એ છે. આ દિશામાં આ પ્રવૃત્તિએ પોતાના પંદરેક વર્ષના કાર્યકાળ દરમિયાન કેટલી ઝળકતી સફળતા પ્રાપ્ત કરી છે, તે નીચેની કેટલીક વિગતોથી સમજી શકાશે. જ્યારે આ ભાવનાશીલ મિત્રોએ આ પ્રવૃત્તિ શરૂ કરવાનો વિચાર કર્યો, ત્યારે ન તો એમની પોતાની પાસે કોઈ પૈસાનું બળ હતું, ન કોઈ મિત્રો કે પરિચિતોનું પીઠબળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 550 551 552 553 554 555 556 557 558 559 560 561