Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 542
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૦, ૧૧ પ૧૯ ચિત્રોમાંનાં કેટલાંય તો રોમાંચ ખડા કરી દે એવાં છે. કેવળજ્ઞાન પછી નિર્વાણકલ્યાણક સુધીનાં પાંચ ચિત્રો છે. - આ પાંત્રીસે ચિત્રોની નીચે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સંક્ષેપમાં અને ચિત્રની સામેના પાનામાં ત્રણે ભાષામાં કંઈક વિસ્તારથી પરિચય આપીને મહાવીરચરિત્ર નિરૂપવાની યોજના કરવામાં આવી છે. આ ઉપરાંત આ સંપુટમાં ૧૨૧ પ્રતીકોનાં અને ૪૦ ચિત્રપટ્ટિકાનાં સુરેખ આલેખનો આપવામાં આવ્યાં છે. વળી, કાગળની કોરણીની કળાથી બનાવેલાં ત્રણ આખાં પાનાંના કદનાં અને એક નાના કદનું એમ ચાર ચિત્રો આ ચિત્રસંપુટની વિશેષ શોભારૂપ બન્યાં છે. બધાં પ્રતીકો-સુશોભનોનો, બધી ચિત્રપટ્ટિકાઓનો અને ભગવાન મહાવીરના ૨૬ પૂર્વભવોનો પરિચય લખીને તેમ જ મહાવીરજીવનસંબંધી જુદી-જુદી આધારભૂત માહિતી આપતાં ૧૨ જેટલાં પરિશિષ્ટો ઉમેરીને મુનિ શ્રી યશોવિજયજીએ આ ચિત્રસંગ્રહને માહિતીથી સભર બનાવવા જે પરિશ્રમ ઉઠાવ્યો છે, એ માટે એમને વિશેષ ધન્યવાદ ઘટે છે. આ ચિત્રસંગ્રહની મોટા ભાગની નકલો આકર્ષક અને મજબૂત પુસ્તકરૂપે બંધાવાઈ છે; તો સાથેસાથે, આ ચિત્રો મઢાવીને રાખી શકાય એ માટે, કેટલીક નકલો છૂટક પણ રાખવામાં આવી છે તે ઉચિત જ થયું છે. આ પ્રમાણે એક પ્રભાવશાળી મુનિવર અને બે નિપુણ કળાકારોની ભાવનાના ત્રિવેણીસંગમના તીરે જે તીર્થસ્વરૂપ ચિત્રસંપુટની રચના થઈ શકી છે, તેનું અમે અભિવાદન કરીએ છીએ. આ ચિત્રસંપુટ ભગવાન મહાવીરના પચીસસોમાં નિર્વાણકલ્યાણક જેવા અપૂર્વ અને પરમ પવિત્ર પ્રસંગની ઉજવણીનું એક નાનું સરખું છતાં શાનદાર, ઐતિહાસિક અને ચિર-આદરણીય સ્મારક અને ઘરઘરની શોભા બની રહેશે. (તા. ૨-૭-૧૯૭૪) (૧૧) ભગવાન્ ઋષભદેવના જીવનનાં ચિત્રો : પરંપરાનો સમુદ્ધાર આપણી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ, જેમ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના માર્ગદર્શન નીચે, પ્રાચીન જૈન મંદિરોના જીર્ણોદ્ધાર સમયે એના પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561