Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 538
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : ૯, ૧૦ પ૧૫ કરી છે. અમો આશા રાખીએ છીએ કે આ ગ્રંથ જૈન વસ્તીવાળાં ગામોગામ તેમ જ તીર્થપ્રેમી શ્રીમંતોને ત્યાં અવશ્ય સ્થાન પામશે. પુસ્તકનું કદ વગેરે જોતાં તેનું મૂલ્ય પણ સામાન્ય રાખવામાં આવ્યું છે. ગ્રંથ-સંપાદકને અભિનંદતાં, તેની બીજી આવૃત્તિ વધારે સમૃદ્ધ બને એમ ઇચ્છીએ. (તા. ૧૬-૪-૧૯૫૦) (૧૦) મહાવીરજીવન કંડારતો શકવર્તી ચિત્રસંપુટ ભગવાન મહાવીરના પ્રેરક, બોધપ્રદ અને ધર્મપ્રભાવક અનેક જીવનપ્રસંગોનું આહલાદક દર્શન કરાવતા એક અનોખા ચિત્રસંપુટનું મુંબઈમાં તા. ૧૬-૬-૧૯૭૪ને રવિવારના રોજ પ્રકાશન થયું. જૈન સંસ્કૃતિનો મહિમા વધારે એવા એ અપૂર્વ ચિત્રસંપુટનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. શ્રમણ ભગવાન્ મહાવીર એમના પૂર્વવર્તી ત્રેવીસ તીર્થકરોની જેમ ફિરકા, ગચ્છ કે સમુદાયના કોઈ પણ જાતના ભેદભાવ વગર, જૈનમાત્રના આરાધ્ય દેવ છે. એમની ભક્તિ તથા સ્તુતિ નિમિત્તે સૈકે-રોકે જ નહીં, પણ દસકેદસકે પ્રચલિત લોકભાષાઓમાં તેમ જ સંસ્કૃત-પ્રાકૃત જેવી શાસ્ત્રભાષામાં પણ ગદ્ય તેમ જ પદ્ય શૈલીમાં નાની-મોટી સંખ્યાબંધ કાવ્યકૃતિઓ તેમ જ જીવનચરિત્રો લખાતાં જ રહ્યાં છે, અને અત્યારે પણ પોતાના ઈષ્ટ દેવની ભક્તિ અને સ્તુતિ દ્વારા પોતાની સરસ્વતીને કૃતાર્થ કરવાની પ્રવૃત્તિ આપણા સંઘમાં ચાલુ જ છે. વળી, મોટે ભાગે પંદરમા-સોળમા સૈકામાં એક યુગ એવો પણ આવ્યો, કે જ્યારે આપણા પવિત્ર કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી તેમ જ અન્ય પ્રકારની કળામય પ્રતિઓ મોટા પ્રમાણમાં લખવામાં આવી, અને એમાં ભગવાન્ મહાવીર તથા અન્ય તીર્થકરોના જીવનપ્રસંગોનું મનોહર રંગરેખાઓમાં આલેખન કરીને એ પ્રતિઓને ચિત્રકળાની દૃષ્ટિએ પણ સમૃદ્ધ કરવામાં આવી. આને લીધે દેશ-વિદેશના ભારતીય કળાના અભ્યાસીઓએ જૈન જ્ઞાનભંડારો, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાની મુક્ત મને પ્રશંસા કરી છે. આ બધાં છતાં, અને ચિત્રકળાની વિવિધ પદ્ધતિઓનો છેલ્લાં સોએક વર્ષ દરમિયાન આપણા દેશમાં પણ સારા પ્રમાણમાં અભ્યાસ અને વિકાસ થયો હોવા છતાં, તેમ જ જૈનસંઘના બધા ફિરકા અને ગચ્છાએ મુદ્રણકળાનો લાભ લઈને અનેક વિષયના નાનાં-મોટાં હજારો પુસ્તકોના મુદ્રણ-પ્રકાશન માટે અત્યાર સુધીમાં લાખો (કદાચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561