Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 536
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : ૮ પ૧૩ “આ પ્રસંગની હજી એક અપૂર્વતા છે, જે મારે અહીંયાં કહેવાની તક લેવી જોઈએ. આપણા કવિશ્રી કાવ્યમણિ (?) હતા; એટલું જ નહીં, તે રાષ્ટ્રવીર હતા. ૧૯૨૦માં ગાંધીજીએ આઝાદીના જંગનો નાદ જગાવ્યો, ત્યારે તે સુણનારમાં તે એક અનોખા હતા. તે વખતે તેમનો સંબંધ આ ગુજરાત વિદ્યાપીઠ સાથે થયો હતો, કે જેના ચોકમાં આજે એમની પુણ્યસ્મૃતિરૂપ ગ્રંથના પ્રકાશનાર્થે મળ્યા છીએ. દૈવ-સંજોગ એવો કે એ સંબંધ ઇષ્ટરૂપે ન ફળ્યો. કવિહૃદય પર આનો ઊંડો આઘાત થયો હતો. એ ઘા કાળબળે રુઝાતો ગયો, અને સુખની વાત એ છે, કે આજે કવિશ્રીની સ્મારકસમિતિએ એ ઘાની રૂઝની પૂર્ણાહુતિ સમું મિલન અહીં યોજયું છે, એમ મારું મન સાક્ષી પૂરે છે. ગુજરાત વિદ્યાપીઠ હંમેશ કવિશ્રીનું કાવ્યગુણજ્ઞ રહેલું છે. તેમના અનુપમ કાવ્યની પ્રસાદી તેણે તૈયાર કરાવેલી વાચનમાળાઓમાં સંઘરીને પોતે અને તે માળાઓ ધન્ય થઈ છે એમ માન્યું છે. કવિશ્રીની સ્મારક-સમિતિએ ‘હરિસંહિતાનો પ્રકાશનસમારંભ વિદ્યાપીઠના ચોકમાં યોજી અમને જે બહુમાન આપ્યું છે, તેને માટે ગુજરાત વિદ્યાપીઠના એક કાર્યકર્તા તરીકે, હું સમિતિનું અભિનંદન કરું છું, અને સ્વતંત્ર ભારતના પંતપ્રધાન જેમાં પધાર્યા છે, તેવા આપણી કાવ્યશ્રીના સત્કારના આ અપૂર્વ અવસરે આ ચોકમાં મળવાનું પસંદ કરીને અમને કાંઈક સેવા કરવાની જે નાનકડી તક આપી, તે માટે સૌનો આભાર માનું છું.” એક વેળા જેની સાથે કવિશ્રીને મનદુઃખ થયું હતું, એ જ ગાંધીજીની સંસ્થાના પ્રાંગણમાં, કોંગ્રેસના સર્વોચ્ચ મોવડીના હાથે આ સમારંભ ઊજવાય એમાં પણ, પહેલાંની જેમ, કુદરતના કોઈ મહાસંકેતે જ કામ કર્યું જણાય છે. આ રીતે ગુજરાતના દુભાયેલ હદયની છૂટી પડેલી કડીઓનું પુનઃ સંધાન થયું એ ગુજરાત ઉપર પરમેશ્વરની મોટી મહેર થઈ કહેવાય; ગુર્જર-સરસ્વતીનું અહોભાગ્ય લેખાય. - આપણી સંસ્કૃતિમાં ઋષિ-ઋણનો બહુ મહિમા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર શ્રી ‘ધૂમકેતુ એ આ પ્રસંગને “ઋણ-વિમોચન' રૂપે વર્ણવ્યો છે તે બિલકુલ યથાર્થ છે. મોડેમોડે પણ આપણા આ મહામના મહાકવિ પ્રત્યેનું આપણે આટલું પણ ઋણ ફેડી શક્યા એ ખરેખર, આનંદની વાત છે. સાથે સાથે કહેવું જોઈએ કે આ ઘટના ગુજરાતનાં અસંખ્ય સહૃદય નર-નારીઓને માટે ક્લેશ-વિમોચનરૂપ પણ બની છે. ગગનચુંબી મહેલાતનું પૂરું દર્શન કરવા એનાથી કંઈક દૂર ખડા રહેવું પડે. એ જ રીતે કોઈ પણ મહાવ્યક્તિનો મહિમા સાચી રીતે પિછાણવા અમુક સમયનું અંતર ક્યારેક જરૂરી થઈ પડે છે. જેમ-જેમ અંતર વધતું જશે, તેમ-તેમ આપણા આ સ્વયંભૂ મહાકવિનો મહિમા આપણને વિશેષ સમજાતો જશે એમાં શક નથી. આ સમારંભ આવી શાનદાર રીતે અને સંપૂર્ણ સફળતાથી ઊજવાયો અને છેવટે ગુજરાતના વિભક્ત હૃદયની કડીઓ સંધાઈ ગઈ એનો બધો યશ અમદાવાદમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561