Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 537
________________ જિનમાર્ગનું અનુશીલન સ્થપાયેલ ‘મહાકવિ શ્રી ન્હાનાલાલ સ્મારક ટ્રસ્ટ'ના ખંતીલા ટ્રસ્ટીઓ શ્રી ધૂમકેતુ, શ્રી ચંદ્રકાંત જગાભાઈવાળા, શ્રી ગિરધરલાલ દામોદરદાસ, પ્રો. અનંતરાય રાવળ, શ્રી વિષ્ણુભાઈ મ. ભટ્ટ અને શ્રી પ્રભુદાસ પટવારીને ઘટે છે. તેમાં ય ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રભુદાસ પટવારીએ જે કુનેહ, લાગણી અને જહેમત સાથે આ કાર્યને ગુર્જર સરસ્વતીના મુકુટમાં યશકલગીરૂપે સફળ કરી બતાવ્યું છે, તે તો સૌ કોઈની પ્રશંસા માગી લે એવું છે. ૫૧૪ મહાગુજરાતના નૂતન રાજ્યના અરુણોદયના આનંદજનક સમયે મહાકવિના ઋણસ્વીકારનો આ મહોત્સવ સાચે જ એક મંગલસૂચક એંધાણી છે. (તા. ૫-૧૨-૧૯૫૯) (૯) જૈન તીર્થોનો પ્રાચીન ઇતિહાસ [ લેખક : મુનિ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી); પ્રકાશકશ્રી : ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, નાગજી ભૂધરની પોળ, અમદાવાદ; પૃષ્ઠ : ૬૦૮; મૂલ્ય રૂ. બાર.] હિન્દભરનાં લગભગ અઢીસો તીર્થોનો પ્રાચીન ઇતિહાસ, યાત્રિકોને ઉપયોગી માહિતી તેમ જ નોંધવા જેવી અન્ય વિગતો રજૂ કરતો આ મહાન ગ્રંથ તીર્થપ્રેમીઓએ અવશ્ય સંગ્રહવા જેવો છે. આ ગ્રંથની ખાસ ખૂબી એ છે, કે તેમાં રજૂ કરવામાં આવેલ તીર્થ-વર્ણનનાં લગભગ બધાં સ્થળોએ તેના સંપાદકોરૂપ વિદ્વત્-ત્રિપુટીએ જાતદેખરેખથી અભ્યાસ કર્યો છે; અને દરેક વસ્તુને ઐતિહાસિક તેમ જ શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ અવલોકી દરેક તીર્થસ્થળનું સુંદર વર્ણન આ ગ્રંથમાં અભ્યાસપૂર્વક રજૂ કર્યું છે. વધુમાં વાતને વધુ સ્પષ્ટ કરતાં ઘણાં તીર્થોનાં ચિત્રો પણ મુકાયાં છે. પરિણામે ગ્રંથની સરળતામાં અને સૌંદર્યમાં સારો વધારો થયો છે. આપણું તીર્થધન એક રીતે મહાન ગૌરવનો વિષય છે. જૈન સંસ્કૃતિ અને તીર્થપ્રેમનો અપૂર્વ વારસો સાચવતાં ભવ્ય તીર્થસ્થાન પ્રાન્ત-પ્રાન્તમાં વિજયપતાકા ફકાવી રહ્યાં છે. આ દરેક તીર્થનો ક્રમબદ્ધ ઇતિહાસ આ ગ્રંથમાં રજૂ કરાયો છે, અને છતાં લેખક કબૂલે છે કે હજુ આમાં ઘણું ઉમેરવાનું બાકી છે. સામાન્ય રીતે આપણું તીર્થસાહિત્ય જોઈએ તેવું ફાલ્યું-ફૂલ્યું નથી. પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજયજીએ આ ગ્રંથ તૈયા૨ કરી તીર્થસાહિત્યના પ્રકાશનની નવી દિશા ખુલ્લી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561