Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 515
________________ ૪૯૨ જિનમાર્ગનું અનુશીલન ગ્રંથનો જીર્ણોદ્ધાર ! આ માટે આ ગ્રંથની પ્રકાશિકા શ્રી જૈન આત્માનંદ સભાના પ્રકાશકીય નિવેદનમાં સાચું જ કહેવામાં આવ્યું છે : • “દર્શનિક સાહિત્યનો આ ગ્રંથમણિ વિદ્વર્યોના કરકમલમાં ભેટ ધરતાં જાણે કોઈ લુપ્ત લેખાતા શાસ્ત્રતીર્થનો પુનરુદ્ધાર કરવાના સદ્ભાગ્યના સહભાગી થયા હોઈએ એવી આનંદ, ગૌરવ અને કૃતકૃત્યતાની લાગણી અને અનુભવીએ છીએ... આ ગ્રંથના પ્રકાશન માટે અમે “પુનરુદ્ધાર' શબ્દનો પ્રયોગ ખૂબ સમજપૂર્વક કર્યો છે. કાળના પ્રવાહમાં તદન લુપ્ત થયેલ ગ્રંથને અન્ય સંખ્યાબંધ સાધનોની સહાયથી સજીવન કરવો એ કામ કેટલું મુશ્કેલ છે, એ તો એવું કામ કરનારા જ જાણી શકે. આવાં સાધનો નજીક, દૂર અને સુદૂરથી શોધી-શોધીને અને એના ઉપર કલાકોના કલાકો અને દિવસોના દિવસો જ નહીં, પણ મહિનાઓ સુધી ઊંડું ચિંતન-મનન કરીને આ ગ્રંથને સળંગ-સૂત્રમાં તૈયાર કરવામાં પૂજ્ય મુનિશ્રી જંબૂવિજયજીએ કેટલી ચિંતા, અપ્રમત્તતા, ધગશ દાખવી હશે એની તો કેવળ કલ્પના જ કરવાની રહે છે” (૨) મૂળમાં તેમ જ ટીકામાં એવા સંસ્કૃત બૌદ્ધ ગ્રંથોમાં ઉલ્લેખો, પાઠો તેમ જ મંતવ્યો આપવામાં આવ્યાં છે કે જેમાંના કેટલાક મૂળ સંસ્કૃત ગ્રંથો લુપ્ત થઈ ગયા છે, અથવા અત્યારે ઉપલબ્ધ નથી. એમાંના કેટલાક ગ્રંથોનો તિબેટન ભાષામાં પ્રાચીન સમયમાં કરવામાં આવેલ અનુવાદ સચવાઈ રહ્યો છે. ખાસ કરીને બૌદ્ધ ન્યાયના પિતા ગણાતા મહાતાર્કિક દિનાગનો “પ્રમાણસમુચ્ચય' ગ્રંથ, જે બૌદ્ધ દર્શનની પ્રમાણવિદ્યાનો આધારભૂત અને મૌલિક ગ્રંથ છે, અને જેનો એની દિનાગે પોતે રચેલ ટીકા સાથે “નયચક્ર'માં વિશેષતઃ ઉપયોગ થયો છે, તે ગ્રંથ મૂળ સંસ્કૃતમાં મળતો નથી; પણ એનો અને એના ઉપરની ટીકાઓનો તિબેટન અનુવાદ મળે છે. “નયચક્ર'માં ઉપયોગમાં લેવામાં આવેલ “પ્રમાણ-સમુચ્ચય'નાં ઉદ્ધરણોને શબ્દરૂપે નહીં, તો પણ છેવટે અર્થદૃષ્ટિએ શુદ્ધ રૂપે છાપવા હોય તો આધુનિક નહીં પણ પ્રાચીન તિબેટન ભાષા અને લિપિનો અભ્યાસ કરવો અનિવાર્ય હતો. મુનિ જંબૂવિજયજી તો આ કાર્યને ગમે તે ભોગે સર્વાગ સંપૂર્ણ કરવા માગતા હતા. એમની બુદ્ધિ જેટલી તેજસ્વી હતી, એટલી જ તીવ્ર હતી એમની તમન્ના; તરત જ એમણે તિબેટન લિપિ અને ભાષાનો અભ્યાસ કરી લીધો. એનું કેવું લાભકારક પરિણામ આવ્યું તે આ ગ્રંથ જોતાં સહેજે જોઈ શકાય છે. એક સ્વતંત્ર ભોટ-પરિશિષ્ટ રૂપે તિબેટન ભાષાનું બીજું નામ ‘ભોટભાષા છે) “પ્રમાણ-સમુચ્ચય'ના અને તેની ટીકાના, આ ગ્રંથમાં ઉપયોગમાં લેવાયેલા અંશોનો મૂળ ભોટભાષાના લખાણ સાથે સંસ્કૃતમાં અનુવાદ આપવામાં આવેલ છે. (૩) પણ તિબેટન ભાષા જાણી-લેવા માત્રથી પણ કામ પૂરું થાય એમ ન હતું. આ માટે તિબેટ, ચીન, જાપાન, ઇંગ્લેન્ડ, અમેરિકા વગેરે દેશોમાંથી પ્રાચીન ગ્રંથોની Jain Education International For Private & Personal Use Only 'WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561