Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સમગ્ર વિભાગ-રનાં મુદ્રિત પાનાં જ હસ્તપ્રતમાં સામેલ છે, હસ્તલિખિત નહીં.
લેખક પાસે વિષયનિરૂપણનું એક ચોક્કસ આયોજન છે જેને બન્ને ખંડમાં એક સરખી રીતે અનુસર્યા જણાય છે.
ખંડ ૧માં વિભાગ-૧ જેન ધાર્મિક સાહિત્ય વિશે, વિ. ૨ મહાવીરજીવન વિશે, વિ. ૩ જૈન મતના સિદ્ધાંતો વિશે અને વિ. ૪ જૈન ધર્મને લગતા કેટલાક પ્રકીર્ણ વિષયો વિશે છે. તો ખંડ રમાં પણ આ જ પદ્ધતિએ વિભાગીકરણ થયું છે. જે વિષય પર તેઓ લખતા હોય તેને લગતાં બધાં લખાણો સંકલિત કરીને તેને પોતાની રીતે તેઓ આલેખે છે. પરિણામે વાચકને સંકલિત સ્વરૂપે એકસાથે ઘણી સામગ્રીનો લાભ મળે
છે.
મોહનભાઈ વિષયનું આલેખન તુલનાત્મક પદ્ધતિએ પણ કરે છે. અને તેથી તો ઈશ્વરતત્ત્વ, આત્મવાદ કે મોક્ષસ્વરૂપ જેવા વિષય પરનાં લખાણોમાં કેવળ જૈન મત કે બૌદ્ધ મત દર્શાવવાને બદલે અન્ય દર્શનોમાં તે તત્ત્વ અંગે જે કહેવાયું હોય એની પણ તુલનાત્મક રીતે છણાવટ કરે છે. કશું પણ અધ્ધરતાલ લખાયું હોય એવું ભાગ્યે જ મોહનભાઈના લખાણમાં જોવા મળે. વાચકો સામે જે કંઈ ધરવું તે પ્રમાણભૂત જ, એવી નેમ સાથે એમની કલમ ચાલતી જણાય છે. શ્રી મોહનભાઈએ આ ગ્રંથમાં જેન અને બૌદ્ધ ધર્મના સાહિત્યને, મહાવીર-બુદ્ધના જીવનને અને જૈન અને બૌદ્ધ મતના સિદ્ધાંતોને લગતી સામગ્રી એ સ્વરૂપે અને એ પદ્ધતિએ આપી છે કે આ વિષયમાં નવો પ્રવેશ કરનારને પર્યાપ્ત, પ્રમાણભૂત અને વર્ગીકૃત માહિતી સાંપડી રહે. તેથી જ આ વિષયના અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓ માટે આ ગ્રંથ એક પાઠ્યપુસ્તકની ગરજ સારે એવું બન્યું છે એવો તટસ્થ અભિપ્રાય આપી શકું.
અહીં ખંડ ૧ની આગળ બે નકશા આપ્યા છે જેમાંનો એક મહાવીર અને બુદ્ધના સમયના આયવર્તનો છે. આ નકશો મોહનભાઈએ જાતે તૈયાર કરેલો છે. બીજો નકશો પ્રાચીન ભારતનો છે. બન્ને નકશા ગ્રંથની હસ્તપ્રત સાથે જ મળ્યા છે.
ખંડ ૨માં બૌદ્ધ ધર્મ અને બુદ્ધજીવન સાથે સંબદ્ધ ૮ ચિત્રો/તસ્વીરો આપ્યાં છે. શ્રી મોહનભાઈએ પોતે જ આ ચિત્રો-તસ્વીરોનો સંગ્રહ કર્યો હતો. આ ગ્રંથની હસ્તપ્રત સાથે જ એ મુકાયેલાં હતાં એ ઉપરથી લાગે છે કે ભવિષ્યમાં ગ્રંથ પ્રકાશિત કરતી વેળા આ ચિત્રો-તસ્વીરોને ગ્રંથમાં મુદ્રિત કરવાનું એમને અપેક્ષિત હતું જ.
જૈન ધર્મ સંબંધી ચિત્રો લેખકના “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં ઘણી મોટી સંખ્યામાં (તીર્થો, ચૈત્યો, જિનપ્રતિમા, ગુરુપ્રતિમા, પાદુકા, પ્રસંગચિત્રો, અકબરનાં શાહી ફરમાનો, હસ્તપ્રતો, શિલ્પો, સ્થાપત્યો વગેરે) ઉપલબ્ધ છે.
આ ગ્રંથનું પરામર્શન કરી આપવા ઉપરાંત પ્રાસ્તાવિક આવકાર-વચન લખી આપવા માટે પ.પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ તેમજ આદરણીય ડૉ. એસ્તેરબહેન સોલોમને મને ઉપકૃત કર્યો છે. તે ઉપરાંત કેટલીક શુદ્ધિવૃદ્ધિમાં ડો. નગીનદાસ જી. શાહની સહાય મળી છે તે માટે એમનો પણ આભારી છું. આ ગ્રંથના સંપાદન અંગે અવારનવાર મને પ્રોત્સાહિત કરવા માટે પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિજીનો તેમજ મારા સંપાદનકાર્યના હરકોઈ તબક્કે મને મૂલ્યવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org