Book Title: Jain Shasanna Vicharniya Prashno Author(s): Bhushan Shah Publisher: Mission Jainatva Jagaran View full book textPage 6
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો STATUSSYMBOL માટે થઈ રહી છે...દેવ-દેવી આદિના ફોટા જૈનોના ઘરમાં જોવાય તે હવે નવાઈ નથી. વળી જ્યોતિષ, યોગ, વાસ્તુશાસ્ત્ર, મંત્ર-તંત્ર આદિના માધ્યમોથી અન્યધર્મી બાવા-જોગી આદિનો પરિચય પણ જૈનોમાં સહજ જોવા મળે છે...આવા સમયે શું કરવું તે મુખ્યપણે વિચારવું જોઈએ. ક્યા મોરચે લડીશું આપણે? ચારે બાજુથી આફત છે. અચાનક જ આકાશમાંથી વાદળ ફાટે અને બે વર્ષ પૂર્વે બદ્રીનાથ માં જે ઘટના બની હતી તેવું થાય તો શું કરો? આવી જ કંઈ પરિસ્થિતી વર્તમાન જૈનશાસનની બની રહી છે..જુઓ થોડા નમુના... જૈનોની દીકરીઓ મુસ્લિમ, ખ્રિસ્તી, હિંદુઓ સાથે ભાગી જાય છે લઘુમતી માં જૈનો મુકાયા પણ ફાયદાઓ શું? શત્રુંજય તીર્થ પર ખુલ્લેઆમ આક્રમણ છતા આપણે ચુપ... શિવસેનાએ પર્યુષણમાં જૈન મંદિરોની બહાર માંસ-મછલીવહેંચી.. શેત્રુંજય પર બની ગયું મોટું શિવમંદિર.. સમેતશિખર, કેશરીયાજી આદિ તીર્થો આપણા હાથમાંથી ગયા... પ્રતિમાજીઓની ખુલ્લેઆમ ચોરી થાય છે..બહાર ફોરેનમાં એકસપોર્ટ થઈ જાય અનુપમંડળ જૈનોની વિરુદ્ધ લખે છે-કાર્યો કરે છે છતાં... સાધુ-સાધ્વીજી ભગવંતોની ખુલ્લેઆમ હત્યા....અકસ્માત...છેડતી... સાધુ-સાધ્વીજી ભગવંતો ની ખુલ્લેઆમ મશ્કરી-ધમકી અપાય છે.... અનશન/સંથારા જેવી જૈન ધર્મની આંતરિક બાબતમાં પણ સરકારી દખલ છાપા/ મેગેઝીનોમાં જૈનશાસન વિરુદ્ધ લખાતા બેફામ લેખો... જૈન મંદિરો તોડાવવા/જૈન મંદિરો બાંધવાન દેવા માટે કોર્ટના જજમેન્ટ ઉપાશ્રય બનાવવા તથા પરઠવવા પર લાગતું સ્ટે... આંતરિક પ્રશ્નો કોર્ટે જાય છે. કરોડો રૂપિયાનો હોમ થાય છે... સરકાર ધાર્મિક એકટ બનાવી જિનાલયોની મૂડી સાફ કરવા ઈચ્છે છે.. બેલગામ આદિમાં લાખો જૈનો ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા... આવા તો અનેક બનાવો જૈનશાસનમાં રોજ રોજ બની રહ્યા છે...છતાં પણPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 75