________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો vie (27) જીર્ણોદ્ધાર અંગે (A) પ્રાચીન જિનાલયોને ન તોડવા પ્રાચીન તીર્થોના જીર્ણોદ્ધાર વર્તમાનમાં ચાલી રહ્યા છે. તેમાં લગભગ બધી જ જગ્યાએ જુના મંદિરો તોડી પછી નવા જિનાલય બનાવાય છે. આવું મેં મારવાડમેવાડ-અમદાવાદમાં ઘણી જગ્યાએ જોયું છે. તોડવા સમયે શિલાલેખ આદિ પણ તોડી પડાય છે. ઉદા. રૂપે જીરાવલા, અવંતિ (ઉક્ત) ભદ્રેશ્વર,વરમાણ આદિ. આવા તો ઘણા પ્રાચીન તીર્થોમાં પ્રાચીન જિનાલયો તોડી પડાયા છે. ક્ના જિનાલયો ને તોડ્યા વગર બાજુમાં નવું જિનાલય બનાવી દેવું. અબજો ના ખર્ચે નવો જિનાલય બનતુ હોય તો થોડા પૈસાનું બજેટ વધારીને નવી જમીન ન લઈ શકાય? જૂના જિનાલયોના ખડરો પણ હશે તો તે-તે તીર્થની પ્રાચીનતા દેખાશે. લેખો વંચાશે.વળી જિનાલયમાંથી ભગવાન ઉત્થાપિત કરવાના હોય તો તે-તે સ્થાને મંગલમૂર્તિ અથવા પટ્ટ લગાવી દેવાય.. જીર્ણોદ્ધાર કરાવતા પહેલા પ્રવરસમિતિની પરવાનગી તથા જૈન પુરાતત્વ વિભાગની પરવાનગી લેવી તે ફરજીયાત કરવું. આડેધડ જિનાલયોને ન જ તોડવા. (B) પ્રાચીન પ્રતિમાજી ને જરૂરત વગર ન ઉત્થાપવીઃ જીરાવાલા આદિ તીર્થોમાં જે ભૂલ થઈ તે હવે બીજે ન થાય તેની તકેદારી રાખવી. અતિપ્રાચીન અને શક્તિપીઠ તુલ્ય પરમાત્માને ઉત્થાપવાની ભૂલ ન કરવી. (C) પ્રતિમાજીઓ ભૂલથી પણ અન્યત્ર ન જ લઇ જવા: પ.પૂ.આ. ભ. શ્રી વિજય જિતેન્દ્રસૂરિજી મ.સા. જણાવતા કે આડેધડ મંદિરો ઉત્થાપી પ્રતિમાજી અન્યત્ર લઈ જવા તે મહામૂર્ખાઈ છે પૂજાનો પ્રબંધ કરાવવો. પૂજારીનો પ્રબંધ ગોઠવવો. ગામમાં કોઈ પૂજા કરનાર ન હોય તો પૂજા કરનાર ને ઊભા કરવા. અજૈનોને પ્રેરણા કરવી. પૈસા આપી પૂજા કરાવવી પણ ભૂલથી જિનાલય ખાલી ન જ કરવું. વિકટ પરિસ્થિતિમાં ખાલી કરવું પડે તો તે સ્થાને નવી મંગલ મૂર્તિ પધરાવી દેવી. પાવાગઢથી બધા ભગવાન વડોદરા,બોરસદ, કપડવંજ આદિ સ્થાને લઈ જવામાં આવ્યા..આજે અંતે ઉપર ૭૨,પ૨ જિનાલય આદિ 13-13 વિશાલ જિનમંદિરો પર દિગમ્બરોએ કબજો જમાવી દીધો. તો અમુક મંદિરો અજૈનોના હાથમાં ગયા. હમણાં હમણાં પાલિતાણામાં નવ ટૂંકો ખાલી કરવાનું કામ ચાલુ થયું <