________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો હાથને 7). (28) સાધુજીવન અંગે (A) મોબાઈલ-ઈન્ટરનેટ આદિના ઉપયોગ અંગે આ વસ્તુઓ ના ઉપયોગમાં યોગ્ય અને અયોગ્ય તે બને મુદ્દા છે.ખાસ તો સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, વ્હોટસઅપ, આદિના જાહેર ઉપયોગ અંગે વિચારવા જેવું છે.ખાસ ધ્યાન ખેચવા જેવી બાબત એ છે કે ફેસબુક પર લગભગ 200 જેટલા ત્યાગી-તપસ્વી ગુરુભગવંતો ના એકાઉન્ટ છે.મારી તો માત્ર એટલી વિનંતી છે કે દુરુપયોગ ન થવો જોઈએ. આજે અન્ય ધર્મી સંતોમાં લોકોમાં જૈન સાધુઓ ની ખુબ જ ઊંચી છાપ છે.ત્યાગી તરીકે ની છાપ છે. રાત્રે 4-5 વાગ્યા સુધી ગુરુભગવંતો ઓનલાઈન દેખાતા હોય ત્યારે કોઈ શું વિચાર કરે? આજકાલ ઓનલાઈન શું નથી મળતું? સમય...શક્તિ અને સાધુપણું બધાનું વ્યર્થ જાય છે. આપણી છાપ ઈતર ના સાધુ જેવી થઈ જશે. વળી ફોન લાવી આપનાર અને બેલેન્સ ભરાવનાર શ્રાવકો જ એક દિવસ કહેશે, બાપજી...માફ કરો. આટલામાં સમજી જવા જેવું છે. (B) અપવાદે ગાડીના ઉપયોગ ની મર્યાદા - પુ. ગુરુભગવંતો ને માંદગી ના સમયે ટ્રીટમેન્ટ માટે મોટા સેન્ટરોમાં ગાડી દ્વારા લઈ જવાય છે. લઈ જવા તે અપવાદ છે, સાચું, પણ ફરી તે ગામમાં પાછા લઈ જવા તે અપવાદ નથી. તબિયત બરાબર થયા પછી ફરી ગાડીમાં જ ન લઈ જવા. તે બાબત ખાસ નોંધવા જેવી છે. તો અમુક વખત ગુરુભગવંતો ના કાળધર્મ પછી તેમના દેહને તેમના બનાવેલા તીર્થમાં અથવા તો ભકતો ની ઈચ્છા મુજબ લઈ જવામાં આવતા હોય છે. જે ગુરુભગવંતોએ આખી જિંદગી વાહનનો ઉપયોગ કર્યો નથી તેમણે સાધુપણામાં સાધુના કપડા માં શા માટે વાહન દ્વારા લઈ જવા? જ્યાં પુણ્યભૂમિ પર કાલધર્મ પામ્યા છે ત્યાં જ અગ્નિસંસ્કાર કરવો. (C) આચાર્ય પદવી અંગેઃ “વાર્યાનિનશાસનોન્નતિp:” આવું આપણે ત્યાં સ્તુતિમાં બોલાય છે. છતાં આજે છત્રીસ ગુણો વગરના છત્રીસમાંથી છ ગુણોના પણ ધારક ન હોય તેવા, ભીમ અને કાંત ગુણ વગર, માત્ર પર્યાય ના અનુસાર પદવી આપવામાં આવે છે. શામ-દામ-દંડ-ભેદ ની નીતિ દ્વારા ગમે તેની પાસે આચાર્યપદ લઈ લે છે. વળી