________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (10) પ્રાચીન ગ્રંથોની સુરક્ષા અંગે... | જ્ઞાનભંડાર એ જૈનશાસન ની મુલ્યવાન ધરોહર છે....એકવાર માટે જિનાલયો નાશ પામશે તો ફરીથી બની જશે, પરંતુ જ્ઞાન નાશ પામશે તો ફરીથી ઉભું કરવું શક્ય નથી. જૈન શાસન પાસે જ્ઞાનભંડાર-શાસ્ત્રોની અમૂલ્ય મિલક્ત છે જેનો વધારેમાં વધારે ઉપયોગ થાય તે આવશ્યક છે. (A) સંશોધકોને ગ્રંથો તાત્કાલિક મળેઃ જૈનશાસનમાં વર્તમાનમાં સંશોધકો ની ખાસ અછત છે. છતાં પણ સંશોધન કરનાર છે. આવા સંશોધકોને જ્ઞાનભંડારોમાંથી ખુલ્લા હાથે ઝેરોક્સ કે સોફ્ટ કોપી અપાય તેવો પ્રબંધ કરવો જોઈએ. આ માટે સમુદાયવાદ આદિ છોડી શાસનની મૂડી સમજીને આપી દેવી જોઈએ. કોબા મધ્ય પૂ.આ.પદ્મસાગરસૂરિજી મ. સા., પૂઆ.અજ્યસાગરસૂરિજી મ.સા. ની નિશ્રામાં આવી સરસ પ્રવૃત્તિ ચાલે છે. ગીતાર્થગંગા તથા હમણાં પૂ. આ. શીલચંદ્રસૂરિજી મ.સા. ની પ્રેરણાથી હઠીભાઈની વાડીમાં સ્થપાયેલ જ્ઞાનભંડાર પણ આવું સુંદર કાર્ય કરી રહ્યા છે. (B) જ્ઞાનભંડારોનું સ્કેનીંગ તથા પ્રતીલીપિઃ ભારતભરમાં નાના-મોટા જેટલા પણ શ્વેતામ્બર-દિગમ્બર જ્ઞાનભંડારો હોય તેને સ્કેનીંગ આવશ્યક છે. અમુક .d., c.n. કે વડોદરા ની ગાયકવાડ યુનિ. પુનાની ભાંડરેકર યુનિ. આદિમાં પણ જૈન હસ્તપ્રતો નો વિપુલ સંગ્રહ છે. આ સંગ્રહ સરકાર પર દબાણ લાવી સંપૂર્ણ સ્કેનીંગ કરાવી લેવું આવશ્યક છે. આવું નહિ થાય તો ભવિષ્યમાં શાસનની મૂડી ખતમ થઈ જશે. આ ઉપરાંત સ્કેનીંગ એ વચગાળા માટે ઉપયોગી છે પણ લાંબા સમય માટે ભારે કાગળો માં નકલ- તાડપત્રો પર અંગ્રેવીંગ પણ કરાવી લેવું જોઈએ. અમારો આ વિષયક અનુભવ છે કે હાર્ડડિસ્ક માંથી ડેટા લાંબા સમયે ઊડી જતો હોય છે. જેમ પ.પૂ. આ. ભ. સાગરાનંદસૂરિજી મ.સા. એ આગમ મંદિર દ્વારા આગમો તાડપત્ર-તામ્રપત્ર અને મારબલ પર ખોદાવ્યા તેમ વર્તમાનમાં પણ વધારે આગમ મંદિરો-શાસ્ત્રમંદિરો ની આવશ્યકતા છે. હમણાં થોડા વર્ષો પૂર્વે પૂ.આ. અશોકસાગરસૂરિજી મ.સા. એ દીર્ઘદ્રષ્ટિ પૂર્વક બામણવાડા માં ગ્રેનાઈટ પર આગમો લખાવ્યા છે. અમારા પૂ. ગુરુદેવે જેસલમેર, પાટણ આદિ જગ્યાએ સ્કેનીંગ કરાવેલું. અમોએ પણ ખંભાત આદિ તથા દક્ષિણ ભારતના અમુક ભંડારોનું સ્કેનીંગ કરાવ્યું છે.