________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (B) દેવ-દેવી ની મૂર્તિઓ હમણાં પ્રચલન ચાલ્યું છે કે જિનમંદિર બને ત્યાં જરૂરત હોય કે ન હોય 4-5 દેવ-દેવી બેસાડી દેવાના..શ્રીમાણિભદ્ર દાદાનું સ્થાન ઉપાશ્રયમાંથી દેરાસરમાં આવ્યું.હવે દેરાસર બહાર અલગ દેરાસરરૂપે આવ્યું..મુખ્યરૂપે સાધારણની આવક માટે આ કાર્ય કરાય છે. પણ સાધારણના તો રૂપિયા લાવવાના અન્ય વિકલ્પો પણ છે. “કાઢવા ગયા બકરી અને ઘર માં પેઠો મોટો સિંહ જેવો તાલ છે. કોઈ પણ પ્રાચીન મંદિરો માં દેવ-દેવી જોવા મળતા નથી. મળે તો પણ અપવાદે યતી આદિ દ્વારા પ્રતિષ્ઠિત એકાદ મળે..પણ અત્યારે..? ભગવાનના પરિવાર કરતા દેવ-દેવી નો પરિવાર વધારે મળે..મંદિર હોય ગમે તે પ્રભુનું... પદ્માવતી,ચક્રેશ્વરી આદિ અમુક દેવ-દેવી Fix હોય.. તો વળી હવે તો સ્થળે-સ્થળે મંદિર બંધાવનાર દાતાની મૂર્તિઓ બેસાડવા લાગ્યા છે. સમ્રાટ સંપ્રતિ-કુમારપાળ આદિની મૂર્તિ કેટલી? હવે તેની પૂજા ન થાય તો સારુ. નાકોડાજી તીર્થના ક્ષેત્રપાલ શ્રી ભૈરવજી અને સન્મેદશિખર તીર્થના ક્ષેત્રપાલ એવા શ્રી ભોમિયાજી ને પણ કારણ વગર બેસાડવાની વિચિત્ર પ્રથા ચાલી છે.તો ક્યાંક દેવ-દેવી ના અલાયદા મંદિરો પણ બાંધવામાં આવી રહ્યા છે. પૂર્વેક્યાય જોવા ન મળતા ઓશિયાદેવી, શનિદેવ, કપર્દિયક્ષ આદિ દેવ-દેવી પણ હવે જોવા મળી રહ્યા છે..વળી તેમની આરતી પણ ઉતારવામાં આવે, પ્રસાદ પણ ચડાવવામાં આવે, હોમ-હવનો પણ કરવામાં આવે, આવી બધી હિંદુ ધર્મની પ્રણાલીઓ આપણામાં પાછલા દરવાજેથી પ્રવેશ કરી ચૂકી છે.હવે બલી પ્રથા ચાલુ ન થાય તો સારું..પરમાત્માનું છોડી લોકો પણ દેવ-દેવી સાથે જોડાઈ રહ્યા છે. પરમાત્માના ઉપાસકની જગ્યાએ સાધુ ભગવંતોની આગળ ફલાણા દેવ-દેવીના ઉપાસક બિરૂદ લગાવવામાં આવે છે. દેવ-દેવીની આરતી-પૂજાના લાખોમાં ચડાવા જાય છે. ભગવાનના દરબારમાં ચડાવા બોલવાવાળા મળતા નથી. પ્રાચીન જિનાલયોમાં પણ માણિભદ્ર-પદ્માવતી આદિ બેસાડવાનો રીવાજ ચાલ્યો છે. જૈનશાસન ને પ્રતિકુળ એવી હોમાત્મક હવાનોની પ્રક્રિયાઓ ચાલે છે. આ વિષયમાં પૂ. સાહિત્યકલારત્ન આયશોદેવ સૂ.મ. જણાવતા કે આ હવનો મૂળભૂત પ્રતિષ્ઠાકલ્પ આદિ માં આવતા અપવાદનું અનુકરણ છે. પૂ. શ્રી એ પોતાની જીંદગીમાં એક પણ હોમ-હવન કાર્ય-કરાવ્યા નથી, તેના સાક્ષી પૂ.જયભદ્ર વિ. મ. છે. આવો જ અભિપ્રાય અમારા ગુરુદેવનો હતો. આપણે ક્યાં છીએ તે વિચાર કરવા જેવો છે...