________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (17) વૃદ્ધ સાધુ-સાધ્વીજીના સ્થિરવાસ અંગે (A) શ્રમણ-શ્રમણી આયતન વૃદ્ધ, એકલા અથવા બીમાર સાધુ-સાધ્વીજી ભગવંતો માટે આપણે ત્યાં કોઈ પણ વ્યવસ્થા નથી. તેના કારણે વૃદ્ધ -એકલા અથવા બીમાર સાધુ-સાધ્વીજી ભગવંતોની હાલત ખુબ જ ખરાબ થાય છે. તેમના સ્થિરવાસ માટે જૈનોની વિશેષ વસ્તી ધરાવતા અમદાવાદ,પાલિતાણા-સુરત કે મુંબઈ માં શ્રમણ-શ્રમણી આયતન બને તેવું અમારા ગુરુદેવનું સ્વપ્ન હતું. આ સંકુલો ભોજનશાળા થી યુક્ત હોય. જેથી ગુરભગવંતોને નિર્દોષ ગોચરી મળી રહે. આ ઉપરાંત તેમના માટે પરવવાની વ્યવસ્થા પણ હોય. સાથે રોજ ડોકટરો દ્વારા તેમનો મેડીકલ ચેક-અપ થાય અને વારા પ્રમાણે નાના-સાધ્વીજી ભગવંતોના ગ્રુપ તેમની સેવામાં રહે. તેમના પાસે અધ્યયન કરે,અનુભવ લે. આવી કોઈ નક્કર વ્યવસ્થા જૈન સંઘમાં ઈચ્છનીય છે. આવી સુંદર વ્યવસ્થા વાગડ સમુદાય દ્વારા અમદાવાદમાં કરવામાં આવી છે. પ.પૂ. પરોપકારપરાયણ પ.વજસેનવિજયજી મ.સા. એ પાલિતાણા માં કસ્તુરધામ મધ્યે આવી સુંદર વ્યવસ્થા કરી છે. ઘણા સાધુ-સાધ્વીજી એકલા હોય ત્યારે સંઘોએ તો એકલા સાધુ-સાધ્વીજી ને એક દિવસ થી વધારે રોકાવું નહિ આવા પાટિયા મારી હાથ ઊંચા કરી દીધા. પછી જવાબદારી કોની? છોકરાના લગ્ન ન થયા હોય કે લગ્ન તૂટી જાય તો ઘરમાં આવવા નથી દેતા? કે આવા પાટિયા ઘર બહાર લગાવો છો? ઉપાશ્રયમાં આવશે સંઘ વચ્ચે રહેશે તો સંયમ જળવાશે, અથવા તેમના સ્થિરવાસ ની વ્યવસ્થા ઉભી થવી જોઈએ. (Bપ્રાઇવેટ ફ્લેટો-મઠો પર પ્રતિબંધ જરૂરીઃ ચૈત્યવાસીઓ અને યતિઓ ની માફક હમણાં પ્રાઇવેટ ફ્લેટ અને પ્રાઇવેટ મઠની પ્રથા ચાલુ થઈ છે. સંઘમાં 15 દિવસથી વધારે રહેવા આપતા નથી, ગ્લાન- વૃદ્ધ કે એકલાને રહેવા દેતા નથી. આવી પરિસ્થિતિમાં પ્રાઇવેટ ફ્લેટો લેવાની પ્રથા ચાલી છે અથવા તો પ્રાઇવેટ તીર્થો બનાવી ત્યાં સ્થિર થઈ જવાનું બની રહ્યું છે. વળી ઘણા પ્રાઈવેટ ફ્લેટ કે બંગલામાં ઘર જિનાલય અથવા શક્તિપીઠ બનવવામાં આવી રહ્યા છે. આ જોઈ ચૈત્યવાસી સાધુ-સાધ્વીજી ની યાદ આવે. વળી અમુક તો પ્રાઈવેટ મઠ બની ગયા છે. પોતાના માટે છપ્પન ભોગ તૈયાર થાય. વીજળીથી માંડી પાણીનો ઉપયોગ, ભક્તો પણ સમજવા તૈયાર નથી. શિથિલાચાર ના કારણે લોકોની શાસન પ્રત્યેની...સાધુ-સાધ્વીજી પ્રત્યેની લોકોની ભાવનાઓ,આસ્થાઓ નાશ પામે છે.