________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ઇતિહાસની યશોગાથા ગાતી ઊભી છે અને ભવિષ્ય માં પણ આવી જ રીતે આપણે સમૃદ્ધ વરસો મુકીશું તો આવતી પેઢી આપણને યાદ કરશે. (B) જૈન સંગ્રહાલયઃ વર્તમાનમાં ખુબ જ આવશ્યકતા છે. જૈન સંગ્રહાલયની..પ્રાચીન ઇતિહાસને જાળવવા માટે..ખંડિત પ્રતિમાજીઓના લેખોની સાચવણી માટે જગ્યા જગ્યાએ તાલુકા અથવા જિલ્લા લેવલે જૈન સંગ્રહાલય બનાવવામાં આવે જેની માલિકી પણ જૈન સંઘની જ હોય. તે-તે જિલ્લા-તાલુકામાંથી જમીનમાંથી નીકળતી પ્રાચીન પ્રતિમાજીઓ જૈન સંગ્રહાલયોમાં મુકવામાં આવે. તો વળી જૈન મંદિરો માં, જંગલ માં પડેલી ઉપેક્ષિત પ્રતિમાઓ નો પણ સંગ્રહ ત્યાં થાય. જયારે પણ જિનાલયનો જીર્ણોદ્ધાર થાય ત્યારે ઉપયોગમાં લેવાય. પ્રાચીન કોતરણી- પટ્ટ-દરવાજા આદિ આ સંગ્રહાલય માં મુકવામાં આવે. અમુકવાર પ્રાચીન પ્રતિમાજી થોડા પણ ખંડિત થતા નદી–સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવે છે. આવી રીતે વિસર્જિત કરવા કરતા વિસર્જન વિધિ બાદ તે-તે પ્રતિમાજીઓ ને જૈન સંગ્રહાલયમાં મુકવા. જૈન ઇતિહાસ ને જાળવવા માટે લેખો આવશ્યક છે. તો લેખોની જાળવણી માટે જૈન સંગ્રહાલય પણ આવશ્યક છે. વળી બધાને પોતાની ધરોહર બીજે આપવાની ઈચ્છા ન હોય, તો તે પોતાના ક્ષેત્રમાં આવી ધરોહર આપી શકે, અને ધરોહરો ની યોગ્ય માવજત પણ થઈ શકે. એક સાથે એક જ જગ્યાએ હજારો એન્ટીક વસ્તુઓ રાખવા કરતા જગ્યા જગ્યાએ આવી વસ્તુઓ મુકવી જોઈએ. આવા સુંદર કાર્યો વર્ષો પૂર્વે પૂ.મુ. પુણ્ય વિ. મ. એ એલ.ડી. ના માધ્યમે કરેલો. ૫.પદ્મસાગરસૂરિજી મ.સા. એ કોબામાં, પુ.સા. મૃગાવતીશ્રીજી મ.સા. એ દિલ્હી વલ્લભ સ્મારકમાં તો આ વિશાલસેન સૂ. મ. એ પાલિતાણામાં કર્યો છે. દિગમ્બરો પણ આ વિષયમાં જાગૃત છે અને તેમના લગભગ આવા 100 થી વધારે મ્યુઝિયમ હશે. જેસલમેર માં પણ આવો મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યો છે. હજુ પણ જૈન પુરાતત્ત્વ અંગે વ્યવસ્થિત બજેટ ફાળવવા જેવું છે. જેથી લોકો શોધખોળ કરી શકે.