________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (9) અલગ અલગ team Cell ની જરૂરતઃ કિક (A) જૈનશાસન વિરોધી લેખોના પ્રતિકાર માટે “બાળદીક્ષા એ બળાત્કાર છે”, “મંદિરોમાં ચોરી મને ગમે છે”, “જૈન સાધુ શા માટે ન થવાય” આવા વિચિત્ર લેખો ઘણી વાર પ્રકાશિત થતા હોય છે. આવા લેખો સામે તાત્કાલિક ખંડન કરી શકે તેવી ટીમ (સેલ) ની આવશ્યકતા છે. હમણાં આવા લેખો છપાયા ત્યારે પ.પૂ.આ.ભ.પ્રેમસૂરિજી મ.સા.ના શિષ્ય પપૂ. આ.ભ.શ્રી વિજ્ય કુલચન્દ્રસૂરિજી મ.સા. (k.c) એ તરત જ યોગ્ય પ્રતિકાર આપેલો, અને આ પ્રતિકાર દ્વારા જૈનશાસનમાં સુંદર જાગૃતિ આવેલી....જૈન ધર્મ સાથે સંબંધ ધરાવતા કેટલાક લેખકો અને મેગેઝીનો આવું છાપતા હોય છે.પરંતુ આપણા દ્વારા યોગ્ય પ્રતિકાર ન થતા આવા લોકો ફાવી જતા હોય છે...તો અમુક વર્ગ માન-પ્રશંસા પાછળ આવા લોકોને ઉત્તેજન પણ આપતા હોય છે....કોઈ પણ વ્યક્તિ શાસન વિરુદ્ધ ટી.વી. માં બોલે...છાપામાં લખે.નાટક ભજવે...સોશિયલ મીડિયા પર લખે તો તેની સામે પ્રતિકાર કરે તેવી authentic ટીમ(સેલ) બનાવી લેવી જોઈએ...આ ટીમ અમુક ગુરુભગવંતો અને શ્રાવકો સંભાળે...કંઈ પણ આવું આક્રમણ થાય તરત જ અંદર-અંદર વાતચીત કરી મીડિયામાં નિવેદન બહાર પાડી દે...મીડિયા વાળાને પણ ખબર હોય કે કોણ પ્રતિકાર કરશે...એટલે તેઓ પણ સામેથી નિવેદન માંગે.... આવું કાર્ય તેરાપંથ સમાજમાં થઈ રહ્યું છે. તેમનામાં અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે. આ અંગે વિદ્વાન મુનિરાજ મિત્રાનંદસાગરજી મ.સા. પાસેથી સમજવા જેવું છે. તેઓ પણ સમયે-સમયે આવા લોકો સામે પ્રતિકાર કરતા હોય છે. જૈન ધર્મવિરોધી કેટલાક-લેખકો અને ચોપાનીયા પર ખાસ લગામ લગાવવા જેવી છે. જેથી લોકોની શ્રદ્ધા ભ્રષ્ટ થતી અટકે. (B) રાજકીય પ્રશ્નો સામે ભારત સરકાર,રાજ્ય સરકાર, વન વિભાગ, પુરાતત્ત્વ વિભાગ દ્વારા રોજેરોજ નવા નવા વિખવાદો ઉભા થતા હોય છે. ટ્રસ્ટ એક્ટ હોય કે તીર્થો પર આક્રમણોની વાત હોય, લડશે કોણ તે પ્રશ્ન હોય છે. પ્રશ્નના નિરાકરણ માટે પૂજ્ય ગુરુભગવંતો (જેમણે કાયદાકીય જ્ઞાન હોય), સાથે-સાથે વકીલો આદિની એક ટીમ બને જે આવો કોઈપણ મુદ્દો આવે સાથે મળી ચર્ચા-વિચારણા કરી કેસ સામે લડવા તૈયાર થાય. આવા વકીલો અને યુવાનોની તમામ જવાબદારી શ્રીસંઘના માથે હોય.