________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (13) તીર્થરક્ષા (A) દત્તક યોજના પરમાત્માનો સાક્ષાત્કાર કરાવતા હજારો જૈનતીર્થો પર આજે આક્રમણ થઈ રહ્યા છે.તે તીર્થોની રક્ષા અર્થે એક દત્તક યોજના બનાવવા જેવી છે.વર્ષો પૂર્વે ગિરનારની ખુબ જ કપરી પરિસ્થિતિ હતી. તે સમયનું જે ગિરનાર હતું તે વાત હૃદય પરિવર્તન માસિક માં વિશેષાંકરુપે આવેલી. 2007-8 ની વાત હશે, ત્યારબાદ પૂ.આ. હેમવલ્લભ સુ.મ. એ અંગત રસ દાખવી ગીરનાર તીર્થની કાયા પલટ કરી દીધી. આજે ગિરનાર તીર્થ અંગે ચિંતા જેવું વિષય રહ્યું નથી. આવી જ રીતે આપણા ગુરુભગવંતો સમેતશિખર, પાલિતાણા, આબુ, રાણકપુર આદિ તીર્થો સંભાળી લે તો ગુરુભગવંતોની આજ્ઞામાં હોવા જ જોઈએ. ટ્રસ્ટીઓ પણ ફરજીયાત ગુરુભગવંતો ની આજ્ઞામાં. એક મધ્યસ્થ સમિતિ નિમીને દરેક તીર્થો અને તેના વિકાસના કાર્યો વહેચી લેવાની જરૂરત છે. આ માટે સમયગાળો પણ બાંધી દેવો જોઈએ કે 2-3-4 વર્ષમાં કાર્ય પૂર્ણ કરી પ્રવર સમિતિને રિપોર્ટ આપવો. (B) પ્રતિમાયતનની યોજના અમારા ગુરુદેવ પ.પૂ.મુ.જંબૂવિજયજી મ.સા. નું આ સ્વપ્ન હતું. મેવાડમારવાડ-માલવા આદિ ઘણા પ્રદેશોમાં ભગવાન ભરોસે ચાલતા જિનાલયોમાંથી પ્રાચીન પ્રતિમાઓ અમદાવાદ પાલીતાણા જેવા ક્ષેત્રોમાં પરોણાગત રાખવી. અને ત્યાંથી જેને જોઈએ તેને ભેટ સ્વરૂપે જિનાલયમાં બિરાજમાન કરવા આપવી.જ્યાં જિનાલયોમાં પરિવાર મોટો હોય અને પૂજા કરનાર વર્ગ ઓછો હોય ત્યાં પરિવાર ઓછો કરવો પણ જિનાલય સાવ જ ખાલી ન કરવું અનિવાર્ય સંજોગોમાં જિનાલય ખાલી કરવો પડે તો પણ ત્યાં મંગલમૂર્તિ નવી બેસાડી દેવી જેથી માલિકી હક સતત રહે.આ ઉપરાંત મોટા સંઘો હોય,જ્યાં પૂજા કરનારો વર્ગ મોટો હોય, ત્યાં ફરજીયાત થોડા થોડા પ્રાચીન પાષાણના અને ધાતુના પ્રતિમાજી મુકવા.આ ઉપરાંત બધા જ પ્રતિમાજીના લેખોના કાર્યો પણ પૂર્ણ કરવા. આ કર્યો વર્તમાનમાં પૂ. નેમસૂરિ મ.સા.ના સમુદાયના પૂ.આ. સોમચંદ્રસૂ. મ. ના વિદ્વાન શિષ્યો પુ. સુયશસુજસચંદ્રવિજયજી મ.સા. કરી રહ્યા છે.