________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (11) પ્રાચીન જિનબિંબોની સુરક્ષા અંગે (A) રૂપકામ, વિલેપન, ઓપ આદિનો પ્રશ્ન વર્તમાનમાં ચાલતી પૂજા પદ્ધતિના કારણે અને બજારમાં મળતી હલકી ક્વોલીટીના પાષાણ ના કારણે વારંવાર પકામ, રૂપકામ, અને લેપ પ્રતિમાજી પર કરવો પડતો હોય છે. આ માટે ખાસ પૂજા પદ્ધતિમાં કેમિકલ યુક્ત બરાસ, કેશર આદિનો ઉપયોગ બંધ કરવા જેવો છે. વળી પ્રક્ષાલાદિ પદ્ધતિના અતિરેકના કારણે પણ આ વસ્તુ બને છે. દરેક લોકોને દૂધથી પ્રક્ષાલ કરવા જોઈએ. પછી પાણીથી, પછી વિલેપન પછી ચંદનપૂજા, અને દરેક લોકોને લાભ લેવા જોઈએ. એટલે આ બધી પૂજાનો અતિરેક થવાથી પાષાણ લાંબા સમયે ખરાબ થઈ જાય છે. વળી ઘણીવાર નુતન જ પ્રતિમાજી ખરાબ થઈ જતા હોય છે તેનું મુખ્ય કારણ નબળો પાષાણ છે. હલકી કવોલીટીના પાષાણના કારણે ઘણીવાર પ્રતિમાજીમાં ડાઘ, ખાડા, ખંડિત થવાના બનાવો પણ બનતા હોય છે. આ કાર્ય માટે ખાસ પ.પૂ. મૂ. સૌમ્યરત્નવિ. મ. નો સમ્પર્ક કરવા જેવો છે. તેમણે ખૂબ જ ઊંડો અભ્યાસ કરેલો છે. પરમાત્મા પર ચાંદીના ટીકાઓ, ફીટ બાજુબંધ, પગીયાઓ,કપાલપટ્ટી આદિ જે-જે વસ્તુઓ પાષાણ પર ચોટાડવામાં આવે છે અને વીતરાગ અવસ્થા તોડે છે તેવી દરેક વસ્તુઓ પર પ્રતિબંધ મુકવો. ડાયમંડ ચક્ષુ આદિ પર પણ લગામ આવશ્યક છે. (B) પૂજા પદ્ધતિઃ પૂજા પદ્ધતિ અંગે વર્તમાનમાં ખુબજ ગેરસમજ ચાલી રહી છે. અંગપૂજા કરતા અગ્રપૂજા-ભાવપૂજાનું મહત્વ વધારવા જેવો છે. અક્ષયતૃતીયા આદિના દિવસે થતા શેરડી આદિનો પ્રક્ષાલ પણ ખાસ બંધ કરાવવા જેવો છે તો મહાપૂજાના નામે થતી લાખો ફૂલોની હિંસા અંગે પણ વિચાર કરવા જેવો છે. લેપવાળા-ખંડિત એવા પ્રાચીન પ્રતિમાજીઓ ને માત્ર કેસરપોતું કરી સાફ કરી પુષ્પપૂજા દ્વારા સંતોષ માનવા જેવું છે. હમણાં શ્રી જીરાવલાદાદાને નવો લેપ કરાવવામાં આવ્યો જેના દ્વારા પ્રતિમાજી ના પ્રભાવ અને પ્રાચીનતાનો નાશ થઈ ગયો.આવા પ્રતિમાજીઓ ની પુષ્પપૂજા દ્વારા જ પૂજા કરવી. પ્રક્ષાલ આદિનો વિવેક રાખવો. પૂજા પદ્ધતિમાં આવેલા બદલાવ ના કારણે જ સ્થાનકવાસી મત ની ઉત્પત્તિ થઈ એવું પ.પૂ.કલ્યાણ વિ. મ. લખે છે. પૂજ્યશ્રીની ‘જિનપૂજા પદ્ધતિ' પુસ્તક ખાસ વાચવા જેવું છે. આ